મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોર્ન ફલ્મ નો ધંધો કરનાર મોટા ખેલાડી એવા રાજકુન્દ્રા ની ધરપકડ બાદ અનેક ખુલાસા થઈ રહયા છે ત્યારે હવે આ પ્રકરણમાં તપાસ નો રેલો ગુજરાત ના સુરત સુધી પહોંચ્યો છે, અને સુરત તેમજ આસપાસ ના વિસ્તારમાં છોકરીઓ ને હિરોઇન બનાવવા ના સપના બતાવી તેઓ ને નગ્ન કરી પોર્ન ફિલ્મો બનતી હોવાનો ખુલાસો થયો છે રાજકુન્દ્રા સેક્સ કાંડ માં સુરતના ચોક બજાર માં રહેતા તનવીર હાશમી નામના ઈસમ નું નામ બહાર આવ્યું છે. સુરત ના તનવીર હાસમી ને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઉંચકી લીધો છે તેની પૂછતાછ માં તેણે પોર્ન ફિલ્મો બનાવીને રાજ કુન્દ્રાને વેંચી હોવાની કબૂલાત કરી છે. સુરત નો તનવીર હાશમી નામનો આ ઈસમ છોકરીઓ ને અડાજણ, ઈચ્છાપોર, બારડોલીમાં લઈ જઈ નગ્ન કરી પોર્ન ફિલ્મો શૂટ કરી આ ફિલ્મો રાજ કુંદ્રાને વેચી હોવાની વાત બહાર આવી છે.
પોર્ન ફિલ્મોના શૂટ માટે તેના 50 લોકો યુનિટ સાથે સુરતમાં રહેતા હોવાની અને સુરતના અડાજણ, ઇચ્છપોર અને બારડોલીમાં પોર્ન ફિલ્મો શૂટ થઈ છે. તનવીર ફાર્મ હાઉસ પણ ભાડે રાખી પોર્ન ફિલ્મ બનાવતો હોવાની વાત સામે આવી છે.
સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા તનવીરના ભાઈ પણ કોરિયોગ્રાફર છે. વેબ સીરીઝ બનાવવાના નામે સુરતમાં પણ તનવીરે અનેક જગ્યાએ શૂટિંગ કર્યું હતું, તનવીરે સુરતમાં પણ અનેક પોર્ન ફિલ્મો બનાવી છે અને લોહી ના આ વેપાર અંગે સુરત પોલીસ પણ આજદિન અજાણ હોવાનું ચિત્ર સપાટી ઉપર આવ્યુ છે.
મુંબઈમાં પોર્ન ફિલ્મ રેકેટનું કનેક્શન સુરત સુધી પહોંચતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અને તેમની ટીમે સેક્સ કાંડ ના આરોપી તનવીર ને ઉંચકી લીધો છે જેમાં તેના કાળા કરતૂતો નો ભાંડો ફૂટશે.
