મહારાષ્ટ્રના નાલાસોપારામાં એક સ્ટુડિયોમાં ભયંકર આગ લાગી. નાલા સોપારાના સંતોષ ભવન ખાતે આવેલા સ્ટુડિયોમાં આગ લાગતા સ્થાનિકોનો ટોળે ટોળા ઉમટ્યા.
આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. પ્રાપ્ત વિગતો મુજબ, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે, આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ઘટના મામલે મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના નાલાસોપારા વિસ્તારમાં આવેલ સંતોષ ભવનના એક સ્ટુડિયોમાં ગતરોજ ભીષણ આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આગ અંગેની જાણકારી નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયરવિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો સતત મારો ચલાવ્યો હતો.
તો આ તરફ મુંબઈના અંધેરીમાં આવેલા ઓશિવારમાં ભયંકર આગ લાગી. ઓશિવારાની સ્વાતિ સોસાયટીમાં આવેલા એક કાર્યાલયમાં કોઈ કારણોસર આગ લાગી. આગની જાણ થતા સ્થાનિકો ઉમટ્યા હતા અને આગની જાણ પોલીસ તથા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા.