દક્ષિણ મુંબઇનુ કોલાબા ક્ષેત્ર જ્યા ગેટવે ઓફ ઇંન્ડિયા જેવુ નામાંકિત સ્થાન છે. તે ક્ષેત્રમાં 46 વર્ષોમાં પહેલી વખત ઓગષ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી આપવામા આવી. વરસાદ અને ચક્રવતી હવાનો વેગ 107 કિમીને પાર કરી ગયો જેના કારણે શહેર અને આજુ બાજુના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. ટ્રેન, બસ જેવી સેવાઓ પણ પ્રભાવિત થયા જેના કારણે સામાન્ય જન જીવન પણ ખોરવાઇ ગયુ. જરૂરી સેવાને છોડીને બધુ બંધ રહ્યુ. જ્યારે મોસમ વિભાગે હજુ પણ વરસાદ પડી શકે છે તેવી ચેતાવણી વ્યક્ત કરી હતી. તો આ સાથે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે લોકોને ઘરમાં રહેવાની જ સલાહ આપી અને કહ્યુ કે જ્યા સુધી બધુ સામાન્ય ન થાય ત્યા સુધી ઘરમાં જ રહો.
