મુંબઇ: પાકિસ્તાન વિરુદ્ધ હવે સોશિયલ મીડિયા ના મોટા પ્લેટફોર્મ ગણાતા ફેસબુક, ટિ્વટર અને ગૂગલ સહિત ઘણી કંપનીઓએ પાકિસ્તાનના ડિજિટલ સેન્સરશિપ કાયદા સામે એકજુથ થયા છે અને તેમના ગ્રુપ એશિયા ઇન્ટરનેટ કોએલિશને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સખત શબ્દોમાં જણાવી દીધું છે કે આ કાયદામાં સુધારા નહીં કરવામાં આવે તો તેઓ પાકિસ્તાન ને પડતું મૂકી શકે છે , રજુઆત માં જણાવાયું છેકે કાયદો ઘડતી વખતે લોકો, નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં ચૂક થઈ છે અનેઘણી જોગવાઇઓ એવી છે કે કોઇ વ્યક્તિ કોઇ પણ કન્ટેન્ટને વાંધાજનક માની શકે છે.
આ કંપનીઓએ આવું કન્ટેન્ટ 24 કલાકમાં હટાવવું પડશે. ઇમરજન્સીની આ લિમિટ 6 કલાકની હશે. આતંકવાદ, અભદ્ર ભાષા, માનહાનિ, ફેક ન્યૂઝ, હિંસા માટે ઉશ્કેરણી અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે કંપનીઓએ નેશનલ કોઓર્ડિનેટરના નિર્દેશ માનવા પડશે. સબ્સક્રાઇબર, ટ્રાફિક, કન્ટેન્ટ અને એકાઉન્ટ અંગેની માહિતી ગુપ્તચર એજન્સીઓ સાથે શૅર કરવી પડશે. કોઇ પણ વ્યક્તિ, સગીરના પેરન્ટ્સ, મંત્રાલય, સરકારી કંપની કે ગુપ્તચર એજન્સી વાંધાજનક કન્ટેન્ટની ફરિયાદ કરી શકશે. તેમના નામ ગુપ્ત રખાશે. કંપની કાયદાનો ભંગ કરે તો તેને બ્લોક કરી દેવાશે, જેની સામે તેઓ વિશેષ સમિતિ સમક્ષ બે અઠવાડિયામાં અપીલ કરી શકશે. કંપનીઓનું કહેવું છે કે નિયમો અસ્પષ્ટ-મનસ્વી છે. પાકિસ્તાનના 7 કરોડ ઇન્ટરનેટ યુઝર્સની ગોપનીયતા- અભિવ્યક્તિની સ્વતંત્રનું ઉલ્લંઘન છે.
નિયમોના ભંગ બદલ 50 કરોડ રૂ.નો દંડ પણ થશે
નવા કાયદામાં આ પણ સામેલ છે કે કંપનીઓએ 3 મહિનામાં ઇસ્લામાબાદમાં કાયમી ઓફિસ ખોલવી પડશે. લોકલ સર્વરે જ્યારે પણ કહેવામાં આવે ત્યારે વિદેશોમાં રહેતા પાકિસ્તાનીઓના એકાઉન્ટ બંધ કરવા પડશે, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે સંવેદનશીલતાનું ધ્યાન રાખવું પડશે. કાયદાના ભંગ બદલ 50 કરોડ રૂ. દંડ ચૂકવવો પડશે. આ પ્રકાર ની સેન્શર શીપ ને કારણે સોશિયલ મીડિયા ના ખેરખાઓ એ સામા શીંગડા ભેરવતા હવે પાકિસ્તાન તેનો નિર્ણય બદલશે કે શું રીએક્ટ કરે છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
