કોરોના નું નામ પડતાજ હવે લોકો દૂર ભાગી રહ્યા છે અને હદ તો ત્યારે થઇ કે મહારાષ્ટ્ર માં એક મુસ્લિમ નું કોરોના થી મોત થયા બાદ તેઓના મૃત શરીર ને દફનવિધિ કરવા મામલે ભારે વિરોધ થયો હતો
કોરોનાના કારણે 65 વર્ષની વ્યક્તિનું બુધવારે મૃત્યુ થયા બાદ મુસ્લિમ સમાજના લોકો તેમનો જનાજો લઇને ચારકોપ નાકા પાસે કબ્રસ્તાનમાં પહોંચ્યાત્યારે ત્યાંની સમિતિએ મૃતદેહ દફનાવવાથી ઇનકાર કરી દીધો હતો , બે કલાક સુધી સમજાવવા છતાય સમિતિએ દફનવિધિની મંજૂરી નહીં આપતા વહીવટીતંત્ર અને સમાજસેવકોએ હિન્દુ સ્મશાન ભૂમિ પ્રબંધન સમિતિ સાથે વાતચીત કરતા મૃતક વડીલના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
કોરોના જેઓ ને ભરખી ગયો તે મૃતક માલવણીના ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં રહેતા હતા. બુધવારે જોગેશ્વરી સ્થિત હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું પરિવારના સભ્યોનો આક્ષેપ છે કે કબ્રસ્તાન સમિતિએ એટલા માટે દફનવિધિની મનાઇ કરી કારણ કે તેમનું મૃત્યુ કોરોનાવાયરસના લીધે થયું છે. આ ઘટના બાદ માલવણીમાં પોલીસ કાફલો ગોઠવી દેવામાંઆવ્યો છે.
મહારાષ્ટ્રના મંત્રી અને માલવાણીના ધારાસભ્ય અસલમ શેખે જણાવ્યું હતું કે સરકારી નિર્દેશો અનુસાર કોરોના ને લીધે મૃત્યુ પામનાર મુસલમાનોને એક જ કબ્રસ્તાનમાં દફન કરવા જોઇએ જે હોસ્પિટલની સૌથી નજીક હોય જ્યાં રોગીનું મોત થયું હોય. માલવાણીનો જે મામલો છે તેમાં મૃતકના પરિવારજનો કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત લોકોને જણાવ્યા વિના કબ્રસ્તાન લઇ ગયા હતા. પછી મૃતદેહને દફનાવવાની વાત કરી હતી. જોકે જે લોકોએ નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ.
આ બનાવે અહીંના સ્થાનિક વિસ્તાર માં ભારે ચકચાર જગાવી છે.
