બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ પ્રદર્શનમાં મોરબીની સિરામિક પ્રોડકટ ધૂમ મચાવી રહી છે અને વિદેશના અન્ય દેશો બાદ બ્રાઝીલમાં પણ મોરબીના ઉદ્યોગપતિઓએ ડંકો વગાડ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ બ્રાઝીલના સાઓ પોલો ખાતે યોજાયેલ વિશાળ પ્રદર્શનમાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા ખાસ સ્ટોલમાં સિરામિક પ્રોડકટ રજુ કરવામાં આવી છે અને લોકો મોરબીની પ્રોડકટ નિહાળી અભૂતપૂર્વ પ્રતિસાદ આપી રહ્યા છે.

વધુમાં બ્રાઝીલમાં યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્ડિયન પેવેલિયનમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ જનરલ વિજયસિંઘ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા અને મોરબીના ઉદ્યોગપતિઓ સાથે વિચાર વિમર્શ કર્યા હતા.