[slideshow_deploy id=’39396′] મોરબી: મોરબીમાં ઉદયપુરની સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે ફેશન અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોએ પોતાની કલાના કામણ પાથરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઇવેન્ટમાં ૪૦ જેટલા દિવ્યાંગોએ જાતે તૈયાર કરેલા વસ્ત્રો પહેરી મોડેલ સાથે રેમ્પવોક કર્યુ હતું.ઉપરાંત ત્રણ દિવ્યાંગોએ હાથ થી ડાન્સ કરીને સૌના મન મોહી લીધા હતા.
રાજસ્થાનના ઉદયપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે દિવ્યાંગ માં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે દિવ્યા ૨૦૧૮ ફેશન અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૪૦ જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો હતો આ ફેશન શોમાં ભાગ લેનાર ઘણા દિવ્યાંગો એવા હતા જેમની શારીરિક શક્તિ અલ્પ હતી છતાં આ દિવ્યાંગોએ અડગ વિશ્વાસ ના જોરે પોતાનામાં રહેલી પ્રતિભાને ફેશન શોના રેમ્પ વોકમાં ભવ્ય રીતે ઉજાગર કરી હતી આ સંસ્થામાં દિવ્યાંગોએ જાતે તૈયાર કરેલા વસ્ત્રો પહેરીને મોડેલ સાથે રેમ્પ વોક પણ કર્યું હતું.આશરે ૪૦ જેટલા દિવ્યાંગો ફેશન શોમાં વ્હિલચેર, ઘોડી, આર્ટિફિશિયલ અને કૃત્રિમ અંગ એમ ૪ શ્રેણીમાં રેમ્પવોક કર્યું હતું.દિવ્યાંગો એ રેમ્પ વોકમાં વ્હીલચેર ઉપર ચડીને અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો હતો.
દિવ્યાંગ સચિન, યોગેશ અને જગદીશ ને પગ ન હોવાથી આ ત્રણેય દિવ્યાંગોએ હાથ ઉપર સર્વોત્તમ ડાન્સ રજૂ કર્યા હતા જ્યારે દિવ્યાંગની નાની બાળકી દિયાના હાથના નાના હોય , તેણે પણ ડાન્સમાં ધૂમ મચાવી હતી અને એન્કરિંગ પણ કર્યું હતું એકંદરે દિવ્યાંગોનો ફેશન અને ટેલેન્ટ શો ધમાકેદાર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉદયપુરથી નારાયણ સેવા સંસ્થાન દ્વારા છેલ્લા ૩૨ વર્ષથી દિવ્યાંગો આર્થિક અને સામાજિક સક્ષમ થઈને માનભેર જીવી શકે તે માટે અથાગ પ્રયાસો થઈ રહ્યા છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૩.૫ લાખ બાળકોને પગભર તેમજ ૧૫૦૦ દિવ્યાંગોના સમૂહ લગ્ન કરાયા છે.
