પ્રાપ્ય વિગત મુજબ તા. ૨૨-૪-૨૦૧૮ ના રોજ સાંજ ના સમયે મૂળ કચ્છ રાપર ના વતની એવા સૂર્ય દીપ સિંહ ઈન્દ્રજીતસિંહ( ઉ.વ. ૮ )નામનુ બાળક રમતા રમતા ૫ રૂ. નો સિક્કો ગળી ગયુ હતુ જે અન્નનળી મા ફસાઈ જતા બાળક નો જીવ જોખમ મા મુકાયો હતો. એવા સમયે તે બાળક ને મોરબી ની પ્રખ્યાત કાન નાક ગળા ની ઓમ હોસ્પીટલ મા લાવવા મા આવ્યુ હતુ. ત્યાં સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ ભાઈ સનારીયા તેમજ એનેસ્થેટીક ડો. રૂપારેલીયા સાહેબ તથા ડો. હીતેશ ભાઈ પટેલ (ઈ.એન.ટી.) દ્વારા અત્યાધુનિક સાધનો ની મદદ થી એન્ડોસ્કોપી દ્વારા બાળક ની અન્નનળી મા ફસાયેલ સિક્કો દુર કરી બાળક નો જીવ બચાવ્યો હતો. પરિવારજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.
આધુનિક સમય મા ડોક્ટર ને ભગવાન નો દરજ્જો શા માટે આપવા મા આવે છે તે બાબત આ કીસ્સા દ્વારા સ્પષ્ટ થાય છે. ડોક્ટર્સ ની સમય સુચકતા તેમજ કાર્ય કુશળતા ને કારણે એક હસતા રમતા ફૂલ નો જીવ બચી ગયો હતો.

