મોરબી : એસ.સી., એસ.સી.એકતાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં આજે અપાયેલા ભરતબંધના એલાન સંદર્ભે મોરબી જિલ્લામાં જડબે સલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય શાંતિનો માહોલ જળવાયો છે.
આજે ભારત બંધના એલાનને પગલે મોરબી શહેર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે બંધના એલાનને પગલે મોરબી શહેર અને જિલ્લામાં ૭૦૦ પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે અને એકંદરે શાંતિ જળવાઈ છે.

બીજી તરફ બંધ ને પગલે એસટી બસ નિશાન ન બને તે હેતુથી એસટી વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે, મોરબી ડેપો મેનેજર કરમટાએ જણાવ્યું હતું કે તમામ ડ્રાઇવર કન્ડક્ટરોને જોખમી પરિસ્થિતિ જણાય તો મુસાફરોની સુરક્ષાને લઈ એસટી બસને નજીકના પોલીસ મથકે લઇ જવા સૂચના આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત એસટીના અધિકારીઓ અને પોલીસ સતત સંકલનમાં હોવાનું પણ સતાવાર સૂત્રોએ ઉમેર્યું હતું.