Xiaomi: Xiaomi એ તેનો પહેલો ફ્લિપ ફોન Mix Flip 5G ગ્લોબલ માર્કેટમાં લૉન્ચ કર્યો છે. Xiaomi નો આ ફોન Samsung Galaxy Z Flip 6 ને ટક્કર આપશે.
Xiaomiએ સેમસંગનું શાસન તોડવાની તૈયારી કરી લીધી છે. ચાઈનીઝ બ્રાન્ડે તેનો પહેલો ફ્લિપ ફોન બજારમાં લોન્ચ કર્યો છે, જે Galaxy Z Flip 6 5G જેવો દેખાય છે. Xiaomi એ બે મહિના પહેલા જ સ્થાનિક બજારમાં આ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનને હવે ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. Xiaomiનો આ ફોન Qualcomm Snapdragon 8 Gen 3 સહિત ઘણા મજબૂત ફીચર્સ સાથે આવે છે.
Xiaomi મિક્સ ફ્લિપની કિંમત
Xiaomiનો આ ફોન ગ્લોબલ માર્કેટમાં 1,300 યુરો એટલે કે અંદાજે 1,21,500 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો છે. કંપનીએ તેનો પહેલો ફ્લિપ સ્માર્ટફોન સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટ 12GB RAM + 512GBમાં લોન્ચ કર્યો છે. તે બે રંગ વિકલ્પોમાં ખરીદી શકાય છે – કાળો અને જાંબલી. ચીનમાં, કંપનીએ આ ફોનને CNY 6,499 (અંદાજે 77,600 રૂપિયા)ની કિંમતે લોન્ચ કર્યો છે.
Xiaomi Mix Flip 5G ના ફીચર્સ
Xiaomiનો આ ફોન 6.86 ઇંચ 1.5K Crystal AMOLED સ્ક્રીન સાથે આવે છે. ફોનની કવર સ્ક્રીન 4.01 છે, જે 1.5K રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. આ ફોનના બંને ડિસ્પ્લે 120Hz હાઈ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. વધુમાં, તેમાં ડોલ્બી વિઝન અને HDR10+ માટે પણ સપોર્ટ છે.
Mix Flip 5Gમાં Qualcomm Snapdragon 8 Gen 3 ફ્લેગશિપ પ્રોસેસર છે. આ સાથે, 12GB LPDDR5X રેમ અને 512GB UFS 4.0 ઇન્ટરનલ સ્ટોરેજ માટે સપોર્ટ હશે. આ ફોનમાં 4,780mAh બેટરી છે, જેની સાથે 67W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ ફીચર ઉપલબ્ધ છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિઝિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર ઉપલબ્ધ છે.
કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G, Wi-Fi 6E, બ્લૂટૂથ 5.4, GPS, NFC જેવા ફીચર્સ છે. આ ફોનના પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 50MP ટેલિફોટો કેમેરા અને 50MP પ્રાઇમરી કેમેરા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MP કેમેરા છે. આ સ્માર્ટફોન Android 14 પર આધારિત HyperOS પર કામ કરે છે.