Realme
Realmeએ ભારતમાં Narzo N63 લોન્ચ કરી છે. Realmeનો આ સસ્તો સ્માર્ટફોન 7,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. આ સિવાય ફોનના પાછળના ભાગમાં લેધર ડિઝાઇન આપવામાં આવી છે. કંપનીએ થોડા દિવસો પહેલા ભારતમાં એક સસ્તો 5G સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો હતો.
Realmeએ ભારતમાં Narzo સીરિઝનો વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Realmeનો આ સ્માર્ટફોન ગયા વર્ષે ભારતમાં લોન્ચ કરાયેલ Narzo N53નું અપગ્રેડ મોડલ હશે. કંપનીએ ફોનના પાછળના ભાગમાં ફ્લેગશિપ ડિઝાઇન આપી છે. આ સ્માર્ટફોન દેખાવમાં iPhone જેવો છે અને તેમાં લેધર ડિઝાઈન હશે. Realme એ આ બજેટ સ્માર્ટફોનને તેની વેબસાઇટ પર લિસ્ટ કર્યો છે. ફોનની કિંમત 8,000 રૂપિયાથી નીચે રાખવામાં આવી છે અને તેમાં 5000mAh બેટરી જેવા ઘણા સારા ફીચર્સ છે.
Realme Narzo N63 ના ફીચર્સ
Realme Narzo N63ને બે સ્ટોરેજ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમે આ ફોનને 4GB RAM + 64GB અને 4GB RAM + 128GB વેરિયન્ટમાં ખરીદી શકો છો. તેના પ્રારંભિક વેરિઅન્ટની કિંમત 8,499 રૂપિયા છે અને તેના ટોપ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. કંપની આ સ્માર્ટફોનની ખરીદી પર 500 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ રીતે, Realmeનો આ સ્માર્ટફોન 7,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. તેનું પહેલું વેચાણ 10 જૂને બપોરે 12 વાગ્યે થશે. તમે Realme ના આ બજેટ સ્માર્ટફોનને લેધર બ્લુ અને ટ્વાઇલાઇટ પર્પલ કલરમાં ખરીદી શકશો.