iPhone SE 4 ટૂંક સમયમાં લોન્ચ થશે, સૌથી સસ્તા iPhoneના આ 5 ફીચર્સ યૂઝર્સને કરશે દિવાના
iPhone SE 4: Appleના ચાહકો લાંબા સમયથી iPhone SE 4 (iPhone SE 2025)ની રાહ જોઈ રહ્યા છે. એપલનો આ લેટેસ્ટ iPhone ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી આ અંગે અનેક સમાચારો સામે આવી રહ્યા છે. iPhone SE સિરીઝનું પાછલું મોડલ 2 વર્ષ પહેલા એટલે કે 2022માં લૉન્ચ થયું હતું. ત્યારપછી કંપનીએ બે નવી આઈફોન સીરીઝ લોન્ચ કરી છે, પરંતુ આ મોડલની નેક્સ્ટ જનરેશન માર્કેટમાં લોન્ચ થઈ નથી. iPhone SE 4 આ વર્ષની શરૂઆતમાં એટલે કે 2024માં લોન્ચ થવાનો હતો, પરંતુ Appleએ તેના ઉત્પાદનમાં 1 વર્ષનો વિલંબ કર્યો.
આ 5 મુખ્ય સુધારાઓ હશે
Apple iPhone SE 4 માં, કંપની ઓછી કિંમતમાં આવા ઘણા ફીચર્સ આપી શકે છે, જે કંપનીના iPhone 15, iPhone 14, iPhone 13 જેવા ફોનમાં ઉપલબ્ધ નથી. રિપોર્ટ્સનું માનીએ તો, AI ફીચર એટલે કે Apple Intelligence ફીચર iPhone SE 4માં મળી શકે છે. ઉપરાંત, ફોનના ડિસ્પ્લે સહિત અન્ય ઘણી સુવિધાઓ અપગ્રેડ થવાની અપેક્ષા છે. આવો, ચાલો જાણીએ આ સસ્તા iPhoneના 5 સંભવિત ફીચર્સ વિશે…
- iPhone SE 4માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે મળી શકે છે. ફોનનો દેખાવ અને ડિઝાઇન iPhone 14થી પ્રેરિત થઈ શકે છે. તેના અગાઉના મોડલમાં કંપનીએ LCD ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કર્યો હતો. iPhone SE 2 2020 માં લોન્ચ થયો ત્યારથી, કંપનીએ તેના સસ્તા iPhone મોડલમાં 4.7-ઇંચની LCD ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કર્યો છે અને ફોનનો દેખાવ iPhone 8 જેવો રાખ્યો છે.
- iPhone SE 4માં એક નવું કેમેરા મોડ્યુલ જોઈ શકાય છે. આગામી iPhone મોડલમાં સિંગલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં સ્માર્ટ એચડીઆર, ડીપ ફ્યુઝન અને એન્હાન્સ્ડ નાઈટ મોડ જેવા ફીચર્સ મળી શકે છે. પ્રથમ વખત, કંપની તેના સસ્તા iPhoneમાં 48MP કેમેરાનો ઉપયોગ કરી શકે છે. તેમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12MP કેમેરા મળી શકે છે.
- ફોનમાં A18 Bionic ચિપસેટ આપવામાં આવી શકે છે, જે પરફોર્મન્સની દ્રષ્ટિએ વધુ સારું રહેશે. તેમાં 8GB રેમ અને AI ફીચર પણ મળી શકે છે. આ કંપનીનું સૌથી સસ્તું iPhone મોડલ હશે, જે AI ફીચરને સપોર્ટ કરશે.
- iPhone SE 4માં USB Type C ફીચર પણ આપવામાં આવી શકે છે. ટાઇપ સી ચાર્જિંગ ફીચર ધરાવતું આ પહેલું SE મોડલ હશે. આ પહેલા લોન્ચ થયેલા તમામ મોડલને લાઈટનિંગ ચાર્જિંગ પોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
- Appleનો આ સસ્તો iPhone કંપનીના 5G મોડેમ સાથે લોન્ચ થઈ શકે છે. અત્યાર સુધી લૉન્ચ કરાયેલા તમામ iPhones અન્ય બ્રાન્ડના 5G મોડેમ સાથે આવ્યા છે.