Raj Thackeray: મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓ વચ્ચેના રાજકીય સંબંધો અંગે ચર્ચા
Raj Thackeray મહારાષ્ટ્રના રાજકારણમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ વિકાસ જોવા મળ્યો છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ ગુટ)ના નેતા ઉદ્ધવ ઠાકરે એક થઈ શકે છે એવા સંકેત મળ્યા છે. રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને મરાઠી ઓળખ માટેના હિતમાં રાજકીય મંચ પર મરાઠી નેતાઓને એક થવું જરુરી છે.
રાજ ઠાકરેના મતે, “અમે જે મતભેદો રાખી આવ્યા છીએ તે મોટા મુદ્દાઓ સામે બહુ નાના છે. મહારાષ્ટ્ર અને મરાઠી સ્વાભિમાન અમારી વ્યક્તિગત રાજકીય એગો કરતાં વધારે મહત્વના છે.”
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાંMNSનો દેખાવ ખાસ ન રહ્યો હતો. 2024ની ચૂંટણીમાં પાર્ટી રાજ્યમાં 128 બેઠકો પર લડી હોવા છતાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી. રાજ ઠાકરેએ તેમના પુત્રને પણ મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ પણ હારી ગયા. આથી મનસેની સક્રિયતા રાજકીય અસર કરતાં વધુ મત વિભાજન સુધી મર્યાદિત રહી છે.
મુંબઈમાં મનસેની હાજરીએ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. મનસેએ વિવિધ બેઠકો પર ત્રીજા ક્રમે રહીને શિંદેના ઉમેદવારોના મત કપાયા હતા, જેના પરિણામે ઉદ્ધવ ઠાકરેના ઉમેદવારોને ફાયદો થયો. ખાસ કરીને 8 એવી બેઠકો હતી જ્યાં MNSના કારણે ઉદ્ધવ શિવસેનાની જીત શક્ય બની.
જો ઠાકરે બંધુઓ ભવિષ્યમાં સક્રિય રીતે ભેગા થાય અને રાજકીય મંચ પર સંયુક્ત રીતે કાર્ય કરે, તો મહારાષ્ટ્રના રાજકીય ગણિતમાં મોટો ફેરફાર આવી શકે છે. બંને નેતાઓની લોકપ્રિયતા અને મરાઠી જનતા સાથેની જોડાણ તેમની સંયુક્ત ટીકિટને અસરકારક બનાવી શકે છે, ખાસ કરીને મુંબઈ અને આસપાસના શહેરોમાં.
આ સંભાવિત ભેગા થવું માત્ર એકતાનું પ્રતિક નથી, પણ રાજ્યમાં નવા રાજકીય ધ્રુવીકરણ માટે એક નવો મંચ બની શકે છે, જે શાસક પક્ષો માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે.