Maharashtra CM: મહારાષ્ટ્રના CM તરીકે દેવેન્દ્ર ફડણવીસની તાજપોશી થશે: આઝાદ મેદાન ખાતે 5 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે શપથ ગ્રહણ
Maharashtra CM મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈ સર્જેાયેલી ધમાચકડીમાં સૌથી વધુ મહત્વકાંક્ષી એવા એકનાથ શિંદેના રિસામણાને મનામણમાં ફેરવવાનો ખેલ શરુ થયો છે. શિંદે પોતાના ગામ સતારામાં છે અને આવતીકાલે મુંબઈ પરત ફરે તેવી શક્યતા છે.
Maharashtra CM દરમિયાનમાં ભાજપના વિશ્વસનીય સૂત્રોએ આપેલી માહિતી મુજબ પાંચમી ડિસેમ્બરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસની તાજપોશીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાંચમી ડિસેમ્બરે એક વાગ્યે મુંબઈના આઝાદ મેદાન ખાતે ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથ ગ્રહણમાં ઉપસ્થિત રહેશે તેવી વિગતો હાથ લાગી છે.
આંકડાની દ્રષ્ટિએ એકનાથ શિંદે પાસે ભાજપના કહ્યા મુજબ
સરકારમાં રહેવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. ભાજપ પાસે બહુમતીની નજીકનો આંકડો છે અને શિંદે એ સારી રીતે જાણે છે અને ભાજપ પણ આ સ્થિતિથી વાકેફ છે. એટલે શિંદે સેના માટે સરકારમાં રહેવું મજબૂરી અને લાચારી બની ગઈ છે. અજીત પવારે તો અગાઉથી જ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકે સ્વીકારી લીધા છે ત્યારે શિંદે પાસે સરકારમાં સામેલ થવા સિવાય બીજો કોઈ વિક્લ્પ બચ્યો નથી. જો તેઓ સરકારમાં નહીં રહે અને બહારથી પણ ટેકો આપશે તો એનો કોઈ મતલબ રહેતો નથી.
બીજી અગત્યની માહિતી મુજબ શિવસેનામાંથી બળવો કરીને
પોતાને અસલી શિવસેના સ્થાપિત કરનારા એકનાથ શિંદે માટે પાર્ટીના ધારાસભ્યોને એકજૂટ રાખવા માટે પણ સરકારમાં રહેલું મજબૂરી બની રહે છે.
આ બધી ધમાચકડી વચ્ચે શરદ પવારે સરકારની રચનામાં થઈ રહેલા વિલંબને લઈ ટીકા કરી છે. તેમણે કહ્યું કે લોકોએ બહુમતી આપી છે ત્યારે સરકારની રચના કરવામાં થઈ રહેલો વિલંબ એ મહારાષ્ટ્રના લોકોને સમજાઈ રહ્યું નથી.