મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર માટે આ મહત્વપૂર્ણ ક્ષણ છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે આજે પોતાનો નિર્ણય આપશે.
શિવસેનાના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલામાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ચુકાદો આપી રહ્યા છે. એકનાથ શિંદે સરકારનું ભવિષ્ય સ્પીકરના આ નિર્ણય પર નિર્ભર છે.
મળતી માહિતી મુજબ સ્પીકર રાહુલ નાર્વેકરે 1200 પેજનો ચુકાદો તૈયાર કર્યો છે. આજે જો નિર્ણય શિંદે જૂથની તરફેણમાં આવે છે તો ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માટે તે મોટો ફટકો હશે અને શિંદે મુખ્ય પ્રધાન રહેશે, પરંતુ જો શિંદે સહિત તેમના જૂથના 16 ધારાસભ્યો અયોગ્ય સાબિત થશે તો એકનાથ શિંદેએ પદ છોડવું પડશે. સીએમ