Raj Thackeray આંબેડકર જયંતિ પર રાજ ઠાકરેએ કહ્યું: “મુંબઈ મહારાષ્ટ્રનો અભિન્ન ભાગ છે”
Raj Thackeray બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પર લાગણીસભર અને ઐતિહાસિક સંદેશ આપી ગુજરાત અને અન્ય રાજકીય તત્વો દ્વારા મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે લગાવવામાં આવતી દલીલોને પાયાવિહોણી ગણાવી છે.
“બાબા સાહેબે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળને પૂરો ટેકો આપ્યો”
રાજ ઠાકરેએ તેમના સંદેશમાં સ્પષ્ટ કર્યું કે ડૉ. આંબેડકર માત્ર બંધારણના ઘડવૈયા નહીં, પરંતુ સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના આધારસ્તંભ પણ હતા. તેમણે યાદ કરાવ્યું કે જે સમયે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની દલીલો આગળ મૂકવામાં આવી રહી હતી, ત્યારે બાબા સાહેબે આ દલીલોનો વિજ્ઞાનસભર અને ઐતિહાસિક આધાર ધરાવતો જવાબ આપ્યો હતો.
Today is the birth anniversary of Bharat Ratna Dr. Babasaheb Ambedkar, the architect of the Indian Constitution. Today, on his birth anniversary, it is necessary to remember how Babasaheb supported the struggle for a unified Maharashtra (Samyukta Maharashtra Chalval) in its time.… pic.twitter.com/BcNkYjdum3
— Raj Thackeray (@RajThackeray) April 14, 2025
મુંબઈની મરાઠી ઓળખ અંગેનો સંદેશ
ઠાકરેએ સ્પષ્ટ રીતે કહ્યું કે, “મુંબઈમાં ભલે ગુજારતી કે અન્ય ભાષાઓના લોકો વસે છે, પરંતુ મુંબઈની મૂળ ઓળખ મરાઠી છે અને રહી છે.” તેમણે ઉદાહરણ આપ્યું કે જેમ ધાર્મિક આક્રમણો છતાં હિન્દુઓની ઓળખ નષ્ટ થઈ નથી, તેમ મુંબઈની ભાષાકીય ઓળખ પણ સ્થિર રહી છે. આ રીતે, રાજ ઠાકરેએ મુંબઈને અલગ રાજ્ય તરીકે પ્રસ્તુત કરવાના પ્રયાસોને બંધારણ અને ઈતિહાસ વિરુદ્ધ ગણાવ્યા.
‘મરાઠીએ જાગૃત થવાની જરૂર’
પોસ્ટના અંતે રાજ ઠાકરેએ મરાઠી સમુદાયને એક થવા અને જાતિની ભેદભાવથી ઉપર ઊઠીને પ્રાંતના ગૌરવ માટે કામ કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, “આજે જ્યારે મુંબઈમાં મરાઠી ભાષા અને મરાઠી માનસિકતાને પછાડી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે મરાઠી લોકોને પોતાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જાળવવો ખૂબ જરૂરી છે.”
બાબા સાહેબને શ્રદ્ધાંજલિ સાથે સંદેશ
“મહારાષ્ટ્ર નવનિર્માણ સેના યુગના સર્જક ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપે છે,” એવી ભાવસભર નોંધ સાથે રાજ ઠાકરેએ તેમનો સંદેશ પૂર્ણ કર્યો. આ સંદેશ માત્ર ભાવનાત્મક જ નહીં, પણ મહારાષ્ટ્રની એકતા અને સંસ્કૃતિ માટે એક મજબૂત Rajnitik સંકેત પણ છે.