Mumbai Fire: મુંબઈના સિનેમા હોલમાં આગ લાગવાને કારણે હોબાળો મચી ગયો છે. ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ મહાનગરપાલિકાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિનેમા હોલ ખાલી કરાવ્યો છે.
Mumbai Fire મુંબઈના દાદર સ્થિત ચિત્રા સિનેમા હોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે સિનેમા હોલની કેન્ટીનમાં આગ લાગી હતી. મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર સિનેમા હોલ ખાલી કરાવવામાં આવ્યો છે.