Mumbaiમાં 14 માળની બિલ્ડિંગના 10મા માળે લાગી આગ, પરિવારના બે સભ્યો સહિત 3 બળીને ખાખ
Mumbai ના લોખંડવાલામાં રિયા પેલેસ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, પરિણામે એક દંપતી અને તેમના નોકરનું મૃત્યુ થયું હતું. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલુ છે.
મુંબઈના અંધેરી લોખંડવાલામાં 14 માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટના બુધવારે સવારે 8.00 વાગ્યાની આસપાસની છે.
મૃતકોમાં એક પરિવારના બે સભ્યો અને તેમના નોકરનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ 74 વર્ષીય ચંદ્રપ્રકાશ સોની, 74 વર્ષીય કાંતા સોની અને 42 વર્ષીય નોકર તરીકે થઈ છે. મૃતક દંપતીનો પુત્ર વિદેશમાં નોકરી કરે છે. હાલ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. આગ પાછળનું કારણ તપાસવામાં આવી રહ્યું છે.