Maharashtra: ટ્રબલ શૂટર ગિરીશ મહાજનની મોડી રાતની મુલાકાત અને એકનાથ શિંદે Dy.CM બનવા થઈ ગયા રાજી
Maharashtra મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની ઐતિહાસિક જીતને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મહાયુતિ મુખ્યમંત્રીના નામની ઔપચારિક જાહેરાત કરી શકી નથી. શપથ ગ્રહણ સમારોહ પણ 5 ડિસેમ્બરે યોજાનાર છે.
Maharashtra: જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવી અટકળો છે કે એકનાથ શિંદેને સીએમ પદ પરથી હટાવ્યા બાદ તેઓ નારાજ છે. દરમિયાન ભાજપ અને શિંદે શિવસેનાનાં ટ્રબલ શૂટર તરીકે ઓળખાતા ભાજપના ગિરીશ મહાજને સોમવારે બીજી ડિસેમ્બરના રોજ કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે મોડી રાત્રે મુલાકાત કરી હતી. સરકારની રચના પહેલા યોજાયેલી આ બેઠકે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ વધારી દીધી છે.
એકનાથ શિંદેને મળ્યા બાદ ગિરીશ મહાજને કહ્યું,
“એકનાથ શિંદેની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત ખરાબ છે. તેથી જ હું તેમને મળવા આવ્યો છું. કોઈ નારાજગી નથી. અમે સાથે બેસીને એક કલાક સુધી વાત કરી હતી. તેમણે 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ છે, અમે તૈયારીઓ પર ચર્ચા કરી અને અમારા મંતવ્યો શેર કર્યા અમે રાજ્યના લોકો માટે સાથે મળીને કામ કરવાનું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,
આઉટગોઇંગ મુખ્યમંત્રી એકનાથ શિંદે ભાજપ હાઈકમાન્ડ સાથે સહમત થયા બાદ મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર હતા, પરંતુ તેમની નારાજગીને કારણે મંત્રી બનવાનો ઈન્કાર કરી રહ્યા હતા. આખરે ભાજપના નેતા ગિરીશ મહાજનની મધ્યસ્થી બાદ તેઓ ડેપ્યુટી સીએમ બનવા માટે રાજી થયા છે.
જો કે, નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત બાદ મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ લગભગ સમાપ્ત થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ બીજેપીના સીએમ તરીકે વાપસી કરશે. ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. સૂત્રોએ જણાવ્યું કે શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બનશે. પરંતુ હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.