Maharashtra: મહારાષ્ટ્રના બોઈસર રેલવે સ્ટેશન પાસે માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Maharastra ના પાલઘરમાં બોઈસર રેલ્વે સ્ટેશન નજીક માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રેલવે અધિકારીઓ સ્થળ પર હાજર છે. પાટા પરથી ઉતરી જવાને કારણે લોકલ ટ્રેનો પર કોઈ અસર થઈ નથી, તે સમયસર દોડી રહી છે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
હાલ પાટા પરથી ઉતરી ગયેલી માલગાડીના ડબ્બા હટાવવાની કામગીરી ચાલી રહી છે.
માલગાડી પાટા પરથી કેવી રીતે ઉતરી તે અંગે પણ રેલવે તપાસ કરી રહી છે. ઘટનાની માહિતી મળતાં રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી પગલાં લીધા હતા.
Palghar, Maharashtra: At Boisar railway station, several freight train cars derailed but fortunately, the slow speed prevented a major accident. There was no impact on Western Railway's operations. Officials are on-site and work is underway to return the carriage to the track pic.twitter.com/7bYVq9n9qZ
— IANS (@ians_india) July 27, 2024
છેલ્લા એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં પેસેન્જર અને માલગાડીઓ પાટા પરથી ઉતરી જવાની
ઘણી ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓને જોતા રેલવેએ આ બજેટમાં પેસેન્જર અને માલસામાનની સુરક્ષા માટે મોટી રકમ ખર્ચવાની યોજના બનાવી છે. ખાસ કરીને ટ્રેન અથડામણની ઘટનાઓને રોકવા માટે “કવચ” સિસ્ટમને દેશભરની તમામ રેલ્વે લાઈનો સુધી લંબાવવામાં આવી રહી છે. આ સિવાય રેલવેએ માળખાકીય વિકાસ માટે પણ મોટી યોજના તૈયાર કરી છે.