Maharashtra Elections 2024: CM ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી પ્રચાર, મુંબઈ મહાનગરમાં એક જ દિવસમાં ચાર ચૂંટણી સભાઓનું આયોજન
- ચૂંટણી પ્રચાર માટે શનિવાર 16 નવેમ્બરના રોજ મુંબઈના પ્રવાસે રહેશે
- એક જ દિવસમાં ચાર જુદી જુદી જનસભાઓને સંબોધશે અને પ્રચાર અભિયાનને વેગ આપશે
- દહીસર ખાતે ગુજરાતી બિઝનેસ કૉમ્યુનિટી ખાતે ‘ચાય પે ચર્ચા’ કરશે
અમદાવાદ, શુક્રવાર
Maharashtra Elections 2024: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે શનિવાર, 16 નવેમ્બરના રોજ મુંબઈના પ્રવાસે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ એક જ દિવસમાં ચાર જુદી જુદી જનસભાઓને સંબોધશે અને પ્રચાર અભિયાનને વેગ આપશે.
પ્રચાર કાર્યક્રમનો આરંભ
Maharashtra Elections 2024: મુખ્યમંત્રી સવારે 10 વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે મુલાકાત કરીને પોતાના પ્રચાર યાત્રાનો આરંભ કરશે.
જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ સાથે સંવાદ
બાંદ્રા કુર્લા ખાતેના ભારત ડાયમંડ બુર્સ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સભ્યો સાથે સંવાદ કરશે, જ્યાં તેઓ ઉદ્યોગજગતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ગુજરાતી સમાજની વિશાળ જનસભા
બપોરે મુખ્યમંત્રી જોગેશ્વરીમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે, જ્યાં 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહેશે.
વિભિન્ન વિધાનસભા મતવિસ્તારોમાં જનસભા
સાંજે, તેઓ વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં ઓશીવારા મેટ્રો સ્ટેશન પાસે મહાડા ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કરશે. ત્યારબાદ, અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ ખાતે સભામાં ઉપસ્થિત રહી સંબોધન કરશે. પ્રવાસનો અંત તેઓ ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે આયોજિત જનસભા સાથે કરશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઝંઝાવાતી પ્રચાર યાત્રા પૂર્ણ કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત ફરશે.