Maharashtra Election 2024: શિવસેના UBTએ મહારાષ્ટ્ર ચૂંટણી માટે બીજી યાદી બહાર પાડી, 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા
શિવસેના-યુબીટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કેટલાક વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં વર્સોવા બેઠકનો પણ સમાવેશ થાય છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી છે. જેમાં પાર્ટીએ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં શિવસેના યુબીટીએ વર્સોવાથી હારૂન ખાન, ઘાટકોપર પશ્ચિમથી સંજય ભાલેરાવ અને વિલે પાર્લેથી સંદીપ નાઈકને ટિકિટ આપી છે.