Maharashtra: આ બન્ને પક્ષોની ઘર વાપસી થાય તો મહારાષ્ટ્રમાં આવી રીતે થઈ શકે છે મોટો ઉલટફેર, પણ આંકડા ભાજપની ફેવરમાં
Maharashtra મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈ ભારે ધમાચકડી ચાલી રહી છે. મહાયુતિએ ભવ્ય જીત હાંસલ કરી છે પણ સ્થિતિ પ્રવાહીશીલ બની રહી છે. એકનાથ શિંદેને સીએમ નહીં બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ત્યારે શિંદે રિસાયા છે અને આજે મહાયુતિની બેઠક પણ રદ્દ કરવી પડી છે. રોજે રોજ નવા વળાંકો સર્જી રહેલા મહાયુતિના રાજકારણમાં હવે રાજકીય વિશ્લેષકો નવા સમીકરણ તરફ પમ નજર દોડાવી રહ્યા છે અને આ સમીકરણ બે પક્ષોની ઘર વાપસીનું…
Maharashtra રાજકીય વિશ્લેષકોએ ગણતરી મૂકી છે કે હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. 132 સીટ સાથે ભાજપે ભવ્ય જીત હાંસલ કરેલી છે. બીજા નંબરે એકનાથ શિંદેની શિવસેનાએ 57 સીટ હાંસલ કરી છે જ્યારે અજીત પવારની એનસીપીએ 41 સીટ હાંસલ કરી છે. બીજી તરફ શરદ પવારની એનસીપીએ 12, કોંગ્રેસ-18 અને ઉદ્વવની શિવસેનાએ 20 સીટ પર જીત હાંસલ કરી છે જ્યારે અન્ય સાથી પક્ષોએ 3 સીટ જીતી છે. આમ મહાવિકાસ આઘાડી પાસે 53 ધારાસભ્યો છે.
હવે જે ચર્ચા થઈ રહી છે તેમાં એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની ઘર વાપસી થાય તો અને મહાવિકાસ આઘાડી આ બન્ને સાથે ભેગી મળે તો તમામની બેઠકનો સરવાળો 151 થાય છે અને સાથે કેટલાક અપક્ષો પણ આવી શકે છે. આ સિવાય શિવસેના-યુબીટી અને એનસીપી-શરદ પણ બન્ને ટેકો આપી શકે છે પરંતુ આ સ્થિતિ અંગેનું ગણિત ખૂબ જ અઘરું અને મુશ્કેલ જણાય છે. આમાં પણ સીએમ પદ માટે તો એકનાથ શિંદેનો જ આગ્રહ રહેશે.
અજીત પવાર માનશે કે કેંમ તે પણ પ્રશ્ન છે. ઉદ્વવ ઠાકરેના સપોર્ટનું શું? કોંગ્રેસ પોતાનો શું સ્ટેન્ડ લેશે? શિવસેના-શિંદે અને એનસીપી-અજીત ભાજપને મહારાષ્ટ્રમાં સત્તાથી દુર રાખવાનું પગલું ભરી શકે છે કે કેમ? આ બધી વાતો જો અને તો ની છે, છતાં પણ ચર્ચા થઈ રહી છે.
બીજી તરફ ભાજપ પાસે 132 સીટ છે અને 145નો આંકડો બહુમતીનો છે એટલે ભાજપને માત્ર 13 ધારાસભ્યો ખૂટે છે. જે ભાજપ આરામથી મેનેજ કરી શકવાની સ્થિતિમા છે. અન્ય નાના પક્ષો અને અપક્ષો ભાજપને સપોર્ટ આપી શકે છે. આમ એનસીપી-અજીત અને શિવસેના-શિંદે ભાજપ સાથે છેડો ફાડે તો પણ આંકડા ભાજપની ફેવરમાં છે.