Maharashtra: ભાજપ પાસે ગૃહ અને મહેસૂલ સહિત 22 મંત્રાલયો રહેશે, આ વિભાગો પર શિંદે અને અજિત પવાર સાથે સમજૂતીની ફોર્મ્યુલા
Maharashtra: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. શિવસેનાના નેતા અને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આખરે મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રીની ભૂમિકા સ્વીકારી લીધી છે. આ નિર્ણય ઘણી ચર્ચા અને રાજકીય બેઠકો બાદ લેવામાં આવ્યો છે. શિંદેનું આ પગલું તેમની અત્યાર સુધીની ભૂમિકામાં મોટો ફેરફાર છે. મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલા બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. બીજેપીના એક વરિષ્ઠ નેતાએ સોમવારે જણાવ્યું હતું કે, બીજેપી વિધાયક દળના નેતાની પસંદગી થયા બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
Maharashtra: 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. માનવામાં આવે છે કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શિંદે અને NCP નેતા અજિત પવાર તેમની સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અગાઉ, શિંદે મુખ્યમંત્રી પદ છોડવા અંગે અનિશ્ચિત હતા, પરંતુ ગઠબંધનના દબાણ અને ચર્ચાઓ પછી, તેમણે ભૂમિકા સ્વીકારી હતી.
મંત્રીમંડળમાં મંત્રાલયોનું વિભાજન
મહાગઠબંધન સરકારમાં, ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) સરકાર બનાવશે. મંત્રાલયોની વહેંચણી કંઈક આ રીતે હોઈ શકે છે.
કયા પક્ષને મળશે મંત્રાલયમાં કયો વિભાગ?
ભાજપ: એવું સામે આવ્યું છે કે મહાયુતિમાં સૌથી વધુ 132 બેઠકો મેળવનાર BJPને 21-22 મંત્રાલયો મળશે. જેમાં ગૃહ અને મહેસૂલ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ અને વિધાન પરિષદના અધ્યક્ષ પદ પણ ભાજપ પાસે રહેશે.
શિવસેના (શિંદે જૂથ): એકનાથ શિંદે કેમ્પને 12 મંત્રાલયો મળવાની શક્યતા છે. આમાં શહેરી વિકાસ વિભાગ અગ્રણી છે. તેઓ વિધાન પરિષદના ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળશે.
એનસીપી:: અજિત પવારની આગેવાની હેઠળની NCPને 9-10 મંત્રાલયો મળવાની શક્યતા છે. જેમાં નાણા અને વિધાનસભાના ઉપાધ્યક્ષના પદોનો સમાવેશ થાય છે.