Maharashtra: 12 બેરોજગારોના ખાતામાં અચાનક 125 કરોડ આવ્યા, આખ્ખી લાઈફમાં ક્યારેય લાખ રૂપિયા પણ જોયા ન હતા
Maharashtra મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ઉત્તેજના વચ્ચે માલેગાંવમાં 12 બેરોજગારોના ખાતામાં અચાનક 125 કરોડ રૂપિયા આવી ગયા. મેસેજ જોઈને જ્યારે તેઓ બેંક પહોંચ્યા તો બેંક કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. કરોડ તો બહુ દૂરની વાત છે, આ બેરોજગારોના ખાતામાં ક્યારેય 1 લાખ રૂપિયાની પણ લેવડદેવડ થઈ નથી.
Maharashtra પોલીસના જણાવ્યા અનુસાર બેરોજગારોના ખાતા માલેગાંવ મર્ચન્ટ બેંકમાં છે. આમાં, એક હજાર રૂપિયાથી વધુનો કોઈ વ્યવહાર ક્યારેય થયો નથી. આટલી મોટી રકમ અચાનક ખાતામાં કેવી રીતે આવી એનો ખુલાસો ન તો યુવકો કરી શક્યા કે ન તો બેંકના અધિકારીઓ. બેંકે કહ્યું કે આ પાછળ તેની સિસ્ટમની ભૂલ નથી. આ લોકોના ખાતામાં કોઈએ પૈસા મોકલ્યા છે. પોલીસ તપાસમાં વ્યસ્ત છે. યુવાનોને જમા થયેલી રકમનો ઉપયોગ ન કરવા જણાવાયું છે.
કોણે ટ્રાન્સફર કર્યા આટલા બધા રુપિયા
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નકલી કંપનીઓ સાથે ટ્રાન્ઝેક્શન દરમિયાન બેરોજગારોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા 15-20 દિવસમાં આ 12 ખાતાઓમાં 100 થી 500 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. કદાચ શેલ કંપનીઓએ આ યુવાનોના ખાતામાં 10 કરોડથી 15 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.
સહી, પાન અને આધાર કાર્ડ આપ્યા હતા
પોલીસના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ આ યુવકોને માલેગાંવ માર્કેટ કમિટીમાં નોકરી અપાવવાની લાલચ આપીને આધાર કાર્ડ, પાન કાર્ડ અને સહીઓ લીધી હતી. તે વ્યક્તિ તેમના ખાતામાં થતા વ્યવહારો પાછળ હોઈ શકે છે. તેની શોધખોળ ચાલુ છે