Devendra Fadnavis ગાય તસ્કરી સામે મહારાષ્ટ્ર સરકાર કડક, CM ફડણવીસે જાહેરાત કરી
Devendra Fadnavis મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચના રોજ વિધાનસભામાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ગાયની તસ્કરીને રોકવા માટે કડક પગલાં લઈ રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જો કોઇ આરોપી ગાયની તસ્કરીના ગુનામાં વારંવાર પકડાશે, તો તેને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ વિશે મદથ્ય આપતા ફડણવીસે જણાવ્યું કે, “ગાયની તસ્કરી અને અન્ય સંગઠિત ગુનાઓને રોકવા માટે રાજ્ય સરકાર કડક કાયદા અને નિયમોનો અમલ કરે છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ગાયની તસ્કરીમાં વારંવાર સંલગ્ન હોય, તો તેના પર MCOCA જેવા કડક કાયદાનો ઉપયોગ કરવામાં આવશે, જેથી તેને કડક સજા મળી શકે અને તે સમાજ માટે ખતરો ન બને.
આ જાહેરાતથી એવું સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્ર સરકાર ગાયના પશુધનના રક્ષણ માટે વધુ કડક પ્રહલ કરી રહી છે અને ગાય તસ્કરીના ગુનાઓને રોકવા માટે કાયદાનો કડક અમલ કરવામાં આવશે.