CM Eknath Shinde
Shiv Sena Candidate on South Mumbai Seat: ઉદ્ધવ ઠાકરે જૂથના વર્તમાન સાંસદ અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર પાંચમા તબક્કા હેઠળ 20 મેના રોજ મતદાન થશે.
સીએમ એકનાથ શિંદેની શિવસેનાએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ માટે ભાયખલાના ધારાસભ્ય યામિની યશવંત જાધવના ઉમેદવારીપત્રને મંજૂરી આપી દીધી છે. યામિની જાધવનો મુકાબલો ઉદ્ધવ ઠાકરે જૂથના અરવિંદ સાવંત સામે થશે. પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં દક્ષિણ મુંબઈ બેઠકનો પણ સમાવેશ થાય છે. અહીં 20 મેના રોજ મતદાન થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 3 મે છે. જ્યારે ઉમેદવારો 6 મે સુધી તેમના નામ પાછા ખેંચી શકશે.
મુંબઈની 6 લોકસભા બેઠકો પર કયા પક્ષમાંથી કોણ?
મુંબઈ દક્ષિણ
MVA – અરવિંદ સાવંત, શિવસેના (UBT)
મહાયુતિ – યામિની જાધવ, (શિવસેના શિંદે)
મુંબઈ દક્ષિણ મધ્ય
MVA – અનિલ દેસાઈ, શિવસેના (UBT)
મહાયુતિ – રાહુલ શેવાળે, (શિવસેના શિંદે)
મુંબઈ ઉત્તર મધ્ય
MVA – વર્ષા ગાયકવાડ, કોંગ્રેસ
મહાયુતિ – ઉજ્જવલ નિકમ, ભાજપ
મુંબઈ નોર્થ ઈસ્ટ
MVA – સંજય દિના પાટીલ, શિવસેના (UBT)
મહાયુતિ – મિહિર કોટેચા, ભાજપ
મુંબઈ ઉત્તર પશ્ચિમ
MVA – અમોલ કીર્તિકર, શિવસેના (UBT)
મહાયુતિ – રવીન્દ્ર વાયકર, શિવસેના શિંદે
મુંબઈ ઉત્તર
MVA – હજુ સુધી જાહેરાત નથી – કોંગ્રેસ
મહાયુતિ – કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભાજપ