Ajit Pawar: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને મોટી રાહત, બેનામી મિલકતો પર મુક્તિ
Ajit Pawar મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારને મોટી રાહત મળી છે. એનસીપીના નેતા અજિત પવારની જપ્ત કરેલી મિલકતોને આવકવેરા વિભાગમાંથી મુક્તિ મળી છે. દિલ્લીનું બેનામી ટ્રિબ્યુનલ 6 ડિસેમ્બર 2024ના રોજ આ ચુકાદો આપતા, પવારની જપ્ત કરેલી મિલકતોને મુક્ત કરી દીધી છે.
7 ઓક્ટોબર 2021ના રોજ, આવકવેરા વિભાગે અનેક કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા, જે મુજબ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલીક મિલકતો અજિત પવાર અને તેમના પરિવારની બેનામી સંપત્તિ હતી. પરંતુ દિલ્લી સ્થિત બેનામી એપેલેટ ટ્રિબ્યુનલએ આ આરોપોને નકારી કાઢી, અને 5 નવેમ્બર 2024ના રોજ આવકવેરા વિભાગની અપીલને પણ ફગાવી દીધી હતી.
આવકવેરા વિભાગએ અજિત પવાર, પુત્ર પાર્થ પવાર અને પત્ની સુનેત્રા પવારની મિલકતો જપ્ત કરી હતી, પરંતુ ટ્રિબ્યુનલના આ નવા ચુકાદા બાદ, આ મિલકતોને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ડેપ્યુટી CM બન્યા અને આ મિલકતો મુક્ત થઈ
Ajit Pawar મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે 5 નવેમ્બર 2024ના રોજ શપથ લીધા હતા, અને એના એક દિવસ બાદ ટ્રિબ્યુનલનો આ નિર્ણય આવ્યો છે. મહાયુતિ ગઠબંધનને વિધાનસભા ચૂંટણીમાં મજબૂત જીત મળ્યા બાદ સરકારની રચનામાં મડાગાંઠ થઈ હતી. 5 નવેમ્બર, 2024ના ટ્રિબ્યુનલના ચુકાદા સાથે, આવકવેરા સત્તાવાળાઓ દ્વારા જપ્ત કરવામાં આવેલી મિલકતોને મુક્ત કરવામાં આવી છે.