Abu Azmi નિતેશ રાણેના વિવાદાસ્પદ નિવેદન પર અબુ આઝમીનો આક્રમક પ્રહાર: કહ્યું, “તમે બંધારણ ભુલ્યા છો?”
Abu Azmi મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે ફરી એક વખત પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. રત્નાગિરિ જિલ્લાના દાપોલીમાં એક સભાને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, “હિન્દુઓએ ખરીદી કરતા પહેલા વેચનારના ધર્મ વિશે પૂછવું જોઈએ. જો તેઓ હિન્દુ છે, તો તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરાવો. જો તેઓ ન જાણતા હોય, તો તેમની પાસેથી ખરીદી ન કરો.”
આ નિવેદન પછી રાજ્યના રાજકારણમાં તોફાન ઊભું થયું છે. સમાજવાદી પાર્ટીના નેતા અને ધારાસભ્ય અબુ આઝમીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નિતેશ રાણે રોજ બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને મુસ્લિમો સામે નફરત ફેલાવી રહ્યા છે. “શું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ એ બધું જોઈ રહ્યા નથી?” એમ તેમણે કડક રીતે પ્રશ્ન કર્યો.
અબુ આઝમીએ વધુમાં કહ્યું કે, “નિતેશ રાણે એટલું હલકી કક્ષાનું રાજકારણ કરે છે કે તેમને જનતા સામે આવીને ધર્મના આધારે દ્વેષ ફેલાવવું પડે છે. શું તેઓ ઇચ્છે છે કે મુસ્લિમ દેશોમાં કામ કરતા હિન્દુઓને બળજબરીથી કુરાન શીખવવામાં આવે?”
તેમણે જણાવ્યું કે આતંકવાદી પહેલગામમાં હુમલો કરતા પહેલાં ધર્મ પુછીને મોત આપતા હતા. “એ જ નીતિ રાણે પોતાની ભાષામાં લાગુ પાડવાનો પ્રયાસ કરે છે. એકે ગોળી ચલાવી, બીજાએ નફરતના શબ્દો.”
અબુ આઝમીએ સરકારને પઠાવ આપતાં કહ્યું કે આવા મંત્રીને તરત હટાવવામાં આવે. “જ્યારે લોકો એકબીજાને બચાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે નિતેશ રાણે નફરત ઉભી કરે છે. કાશ્મીરમાં મુસ્લિમો હિન્દુ ભાઈઓને સુરક્ષા આપી રહ્યા છે અને આમંત્રિત કરી રહ્યા છે. એવું ભાઈચારો ધરાવતું વાતાવરણ છે.”
નિતેશ રાણેના આ નિવેદનને કારણે જ્યાં એક તરફ ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ છે, ત્યાં બીજી તરફ રાજ્યમાં ધર્મના આધાર પર ભેદભાવના પ્રશ્ને નવા સવાલો ઊભા થયા છે.