Holi 2025: રંગોથી વાળમાં એલર્જી થઈ રહી છે? આ 5 ઘરેલું ઉપાયો અજમાવો
Holi 2025 : હોળી તહેવાર આનંદ અને રંગોથી ભરપૂર હોય છે, પરંતુ રસાયણયુક્ત રંગો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવા રંગોના કારણે વાળ ખરડાય છે, ખંજવાળ થાય છે અને ખોપરી પર ચેપ થવાની શક્યતા વધે છે. જો તમે હોળી રમ્યા પછી વાળને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માંગતા હો, તો કેટલાક પ્રાકૃતિક ઉપાયો અજમાવી શકો છો.
હોળી પછી વાળની સંભાળ માટે 5 અસરકારક ઘરેલું ઉપાય
1. નાળિયેર તેલથી માલિશ કરો
નાળિયેર તેલ વાળ માટે ઉત્તમ છે, કારણ કે તે કુદરતી રીતે પોષણ આપે છે અને વાળને રસાયણોથી બચાવે છે. તેમાં કપૂર પાવડર ભેળવીને લાગાવવાથી બેક્ટેરિયા અને ફૂગથી બચાવ થાય છે. તેલ વાળની જડોથી લઈને ટોચ સુધી લગાવીને 30 મિનિટથી 1 કલાક સુધી રહેવા દો, પછી માયલ્ડ શેમ્પૂથી ધોઈ લો.
2. એલોવેરા જેલ અપનાવો
એલોવેરા શીતળતા આપે છે અને ખંજવાળ તથા શુષ્કતા દૂર કરવામાં મદદ કરે છે. તમે તાજું એલોવેરા જેલ વાળમાં લગાવી શકો છો અથવા લીંબુના રસ સાથે મિક્ષ કરીને પણ વાપરી શકો છો. એલોવેરા વાળને નરમ રાખવામાં મદદ કરે છે અને ખોપરીની બળતરા ઘટાડે છે.
3. લીમડાના પાનથી વાળ ધોવો
લીંબડામાં પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક ગુણધર્મો હોય છે. લીમડાના તાજા પાન પાણીમાં ઉકાળો, ઠંડું થાય પછી આ પાણીથી વાળ ધોઈ લો. લીમડાની પેસ્ટ બનાવીને શેમ્પૂ સાથે મિક્ષ કરીને પણ વાપરી શકાય છે, જે ખંજવાળ દૂર કરવામાં અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
4. ઘીથી માલિશ કરો
માથાની ચામડી પર ઘીથી હળવી માલિશ કરવાથી ખંજવાળ અને વાળની શુષ્કતા દૂર થાય છે. ઘી વાળને હાઈડ્રેટ રાખે છે અને ખોપરીના ચેપથી બચાવે છે. ખાસ કરીને, રસાયણયુક્ત રંગો વાળને નુકસાન કરવાથી રોકવા માટે આ સરળ ઉપાય અસરકારક છે.
5. હોળી પહેલા સંભાળ રાખો
હોળી રમતા પહેલા, વાળમાં પૂરતું તેલ લગાવો જેથી રસાયણયુક્ત રંગો સીધા વાળમાં ન સમાય. લીંબુનો રસ મિક્ષ કરવાથી પણ એન્ટિસેપ્ટિક અસર થાય છે. વાળ ખુલ્લા રાખવાના બદલે વેણી અથવા જુડા બાંધો, અને સ્કાર્ફ કે ટોપી પહેરવી વધુ સલામત રહેશે.
હોળી રમ્યા પછી વાળની સંભાળ ખૂબ જ જરૂરી છે. જો તમે ઉપર જણાવેલા ઉપાયો અપનાવશો, તો રંગોના કારણે થતી એલર્જી, ખંજવાળ અને વાળના નુકસાનથી બચી શકશો. કુદરતી ઉપાયો વાળને સ્વસ્થ રાખવામાં અને તેના રંધ્રોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.