Aloe vera gel: ઘરે ફ્રેશ એલોવેરા જેલ બનાવવા માટે અપનાવો આ સરળ રીત
Aloe vera gel: ઘરે તાજું અને કુદરતી એલોવેરા જેલ બનાવવું એ તમારા માટે સલામત અને અસરકારક વિકલ્પ હોઈ શકે છે. આ જેલ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે, અને અહીં અમે તમને તેને બનાવવાની રીત જણાવી રહ્યા છીએ.
એલોવેરા જેલ બનાવવા માટેની સામગ્રી
- તાજા એલોવેરાના પાન
- વિટામિન C અને E કેપ્સ્યુલ્સ
- 1-2 ચમચી મધ
એલોવેરા જેલ બનાવવાની રીત
- સૌપ્રથમ, તાજા એલોવેરાના પાનને ઠંડા પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી રાખો જેથી પાંદડામાંથી પીળો રંગ દૂર થાય.
- હવે, છરી વડે પાંદડા છોલી લો અને તેમની અંદરનો પલ્પ બહાર કાઢો.
- આ સફેદ પલ્પને એક બાઉલમાં કાઢો અને તેમાં વિટામિન C અને E કેપ્સ્યુલ્સ અને મધ સારી રીતે મિક્સ કરો.
- આ મિશ્રણને ત્યાં સુધી ભેળવતા રહો જ્યાં સુધી તે સ્મૂથ અને ચીકણું ન થઈ જાય.
- જ્યારે મિશ્રણ તૈયાર થઈ જાય, ત્યારે તેને ફ્રિજમાં એયરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. આ જેલનો ઉપયોગ 4-5 દિવસ સુધી કરી શકાય છે.
આ એલોવેરા જેલ તમારા ચહેરા અને ત્વચા માટે એક કુદરતી અને સલામત ઉપાય છે.