આમ તો વજન ઘટાડવાનો દાવો કરતી અનેક સ્માર્ટફોન એપ શોધાઈ છે, જો કે હાલમાં અમેરીકાની ડ્યૂક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વેઈટલોસનો સફળ પ્રયોગ કરીને મદદરૂપ થાય એવી એપ તૈયાર કરી છે.
ખાસ કરીને જે દર્દીઓ વધુ પડતા વજનને કારણે હાર્ટ ડિસીઝનું જોખમ ધરાવતા હોય તેમને આ એપ બહુ જ મદદરૂપ થઈ શકે છે. આ એપથી બિહેવિયરલ ચેન્જનું મોનિટરીંગ થાય છે. અને સમયાંતરે ડાયટિશિયન દ્વારા કન્સલ્ટેશન અને ફોલોઅપ મળે છે.
આ એપને મદદથી 43 લોકોએ એક વર્ષના ગાળામાં તેમના કુલ વજનનું પાંચ ટકા વજન ઘટાડવામાં સફળતા મેળવી હતી. તેમની કમરનો ઘેરાવો ઘટ્યો અને એટલે બ્લડપ્રેશરમાં પણ સુધારો નોંધાયો હતો.