Mental Health Tips : જો તમારે હેલ્ધી રહેવું હોય તો માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું સૌથી જરૂરી છે. જો તમે શારીરિક રીતે ઓછા સક્રિય છો તો તેનાથી રોગોનું જોખમ વધી શકે છે. બીજી તરફ, માનસિક રીતે અસ્વસ્થ રહેવાથી ટેન્શન, સ્ટ્રેસ અને ડિપ્રેશન થાય છે. તમારી જાતને માનસિક અને શારીરિક રીતે ફિટ રાખવા માટે વધુ સારી ડાઈટ, એક્સરસાઈઝ અને એન્ટરટેનમેન્ટ સાથે વિવિધ પ્રકારની એક્ટિવિટી કરવી સારી માનવામાં આવે છે. અહીં તમારા માટે કેટલીક ખાસ ટિપ્સ છે, જેની મદદથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જીવન જીવી શકો છો અને હંમેશા ખુશ રહી શકો છો…
બેલેન્સ ડાઈટ
જો તમારે ફિટ અને હેલ્ધી રહેવું હોય તો તમારી ડાઈટ પણ બેલેન્સ હોવી જોઈએ. તાજા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. ભોજનનો જે સમય છે, તેને મેન્ટેન કરો. બેલેન્સ ડાઈટ તમને ફિટ રાખવામાં મદદ કરે છે અને તમને સારું લાગે છે.
એક્સરસાઈઝ
જો રોજિંદી કસરત તમારી દિનચર્યાનો એક ભાગ છે, તો તે તમને દિવસભર શારીરિક અને માનસિક રીતે સક્રિય રાખે છે. તેનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળે છે. એટલા માટે યોગ્ય એક્સરસાઈઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પૂરતી ઊંઘ
જો તમે દિવસભર એક્ટિવ અને એનર્જેટિક રહેવા માંગતા હોવ તો તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ. ઊંઘની કમી ઘણીવાર આપણું ધ્યાન ઓછું કરી દે છે અને આપણે ઘણી વખત ભૂલો કરીએ છીએ. જો તમે સારી રીતે ઊંઘી જાઓ છો તો તેનાથી તમારો મૂડ સુધરે છે અને તમે ટેન્શન ફ્રી રહેશો.
ખરાબ ટેવને કરી દો બાય-બાય
જો તમે નશો કરો છો, ધૂમ્રપાન કરો છો અથવા આલ્કોહોલનું સેવન કરો છો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આ તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તમારી ખરાબ ટેવો તમને બીમાર બનાવે છે. તેથી જ તેને બાય બાય કહો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો.
પ્રોફેશનલ મદદ પણ લો
પોતાને ફિટ રાખવા માટે તમારે પ્રોફેશનલની મદદ પણ લેવી જોઈએ. ઉદાહરણ તરીકે, નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. તેનાથી તમે જાણી શકો છો કે તમારું સ્વાસ્થ્ય કેવું છે અને તમને આપવામાં આવેલી સલાહથી તમે તમારી જાતને ઠીક કરી શકો છો. કોઈપણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા વિશે પરિવાર, મિત્રો અથવા ડોક્ટર સાથે વાત કરો.