Lookback 2024: 2024 માં સ્ક્રીન પર પાછા ફરતા સ્ટાર્સ: મનીષા કોઈરાલા બની ‘મલ્લિકાજાન’, ફરદીન ખાનનું જોરદાર કમબેક
બોલિવૂડની ઘણી હસ્તીઓએ 2024માં સ્ક્રીન પર ભવ્ય પુનરાગમન કર્યું છે. આ વર્ષે ઘણા સ્ટાર્સે ફિલ્મો અને વેબ સિરીઝ દ્વારા તેમની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી. ચાલો જાણીએ એવા સ્ટાર્સ વિશે જેઓ 2024 માં સ્ક્રીન પર પાછા ફર્યા.
Lookback 2024 વર્ષ 2024 ઘણા સ્ટાર્સ માટે ખાસ સાબિત થયું. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી તો કેટલીકે લગ્નની ગાંઠ બાંધીને નવી સફર શરૂ કરી હતી. આ સિવાય બોલિવૂડની ઘણી હસ્તીઓ કે જેઓ લાંબા સમયથી સ્ક્રીન પરથી ગાયબ હતા, તેમણે આ વર્ષે પુનરાગમન કર્યું. આ યાદીમાં મનીષા કોઈરાલા, ફરદીન ખાન, કરિશ્મા કપૂર અને ઝીનત અમાન જેવા નામ સામેલ છે.
મનીષા કોઈરાલા
Lookback 2024 મનીષા કોઈરાલાએ 2023માં રિલીઝ થયેલી કાર્તિક આર્યનની ફિલ્મ ‘શહેજાદા’થી સ્ક્રીન પર પુનરાગમન કર્યું હતું, પરંતુ તેનું વાસ્તવિક પુનરાગમન સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’થી થયું હતું. મનીષાએ આ સિરીઝમાં ‘મલ્લિકાજન’નું પાત્ર ભજવીને ઘણી વાહવાહી મેળવી હતી.
ફરદીન ખાન
ફરદીન ખાન પણ 14 વર્ષ પછી સ્ક્રીન પર દેખાયો. તેણે ‘હીરામંડી’માં વલી મોહમ્મદની ભૂમિકા ભજવી હતી, જેમાં તેણે દર્શકોને પ્રભાવિત કર્યા હતા. આ પછી તે અક્ષય કુમાર સાથે ‘ખેલ ખેલ મેં’માં પણ જોવા મળ્યો હતો અને હવે તે ‘હાઉસફુલ 5’માં પણ જોવા મળશે.
કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર લાંબા સમયથી ફિલ્મોથી દૂર હતી, પરંતુ 2024માં તેણે ‘મર્ડર મુબારક’થી શાનદાર કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અનિલ કપૂર અને સારા અલી ખાન જેવા સ્ટાર્સ પણ હતા અને આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
ઝીનત અમાન
ઝીનત અમાને આ વર્ષે જાહેરાત કરી હતી કે તે ફિલ્મ ‘બન ટિક્કી’માં જોવા મળશે. આ ફિલ્મ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ ‘સ્ટેજ 5 પ્રોડક્શન’ના બેનર હેઠળ બની રહી છે. ફિલ્મમાં અભય દેઓલ અને શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેની રિલીઝ ડેટ અંગે કોઈ માહિતી સામે આવી નથી.