Lok Sabha Elections 2024: વારાણસીમાં રાહુલ ગાંધીની રેલીઃ લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કામાં વારાણસીમાં પણ મતદાન થવાનું છે. કોંગ્રેસ પાર્ટીએ આ સીટ પરથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે.
વારાણસી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે કહ્યું કે, આવતીકાલે રાહુલ ગાંધીની ઐતિહાસિક જાહેર સભા થવાની છે જેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સાંજે 4 વાગ્યે મોહનસરાયમાં રેલી કરશે, જ્યાં મોદી સરકારે લાઠીચાર્જ કર્યો હતો. હું સમજું છું કે સાતમા તબક્કામાં પરિવર્તનની લહેર અહીંથી આખા દેશમાં, રાજ્યમાં અને ખાસ કરીને બનારસમાં આવશે.”