BJP: આ લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદીને વિદેશમાંથી પણ અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે X પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
આ લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળ્યા બાદ નરેન્દ્ર મોદીને વિદેશમાંથી પણ અભિનંદનના સંદેશા મળી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે X પર પોસ્ટ કરીને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર લખ્યું, “જીત પર નરેન્દ્ર મોદી, ભાજપ અને NDAને અભિનંદન. અમે ચીન અને ભારત વચ્ચે સ્વસ્થ અને સ્થિર સંબંધોની આશા રાખીએ છીએ.”
Congratulations to Prime Minister @narendramodi, BJP and the National Democratic Alliance on the election victory. We look forward to a healthy & stable China-India relationship. pic.twitter.com/brFNB8WEZp
— Spokesperson发言人办公室 (@MFA_China) June 5, 2024
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દુનિયાભરના નેતાઓએ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ પહેલા વિદેશી નેતા છે જેમણે નરેન્દ્ર મોદીને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા છે. આ ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે પણ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે.