BJP Manifesto: લોકસભા ચૂંટણી 2024 માટે તમામ પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ દરમિયાન ભાજપ 4 એપ્રિલે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP), જેણે લોકસભા ચૂંટણી 2024માં પોતાના માટે 370 પ્લસ સીટો અને NDA માટે 400 પ્લસ સીટોનું લક્ષ્ય રાખ્યું છે.
તે ટૂંક સમયમાં તેનો મેનિફેસ્ટો બહાર પાડી શકે છે. આ મેનિફેસ્ટોમાં પાર્ટી ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપની ચૂંટણી ઢંઢેરા સમિતિની આગામી બેઠક 4 એપ્રિલે મળશે.
સૂત્રોનું માનીએ તો ભાજપ મોદીની ગેરેન્ટીના નામે આ ઢંઢેરો રજૂ કરવા જઈ રહી છે. જેમાં ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. પાર્ટીએ ખેડૂતોના સન્માન ફંડમાં વધારો કરવાનું વચન આપ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ મેનિફેસ્ટોમાં તેનો સમાવેશ કરવામાં આવશે.