Mandvi: કચ્છના માંડવી બીચ પાસે નાની હવાઈ પટ્ટી બનાવેલી છે. જેને લાંબી પહોળી કરીને ત્યાં કાર્ગો પ્લેન ઉતરણ કરે એવું હવાઈ મથક સરકાર બનાવવા માંગે છે.
આમ તો સરકારે અત્યાર સુધી ક્યાંય કાર્ગો પ્લેન માટે હવાઈ મથક બનાવ્યું નથી. Mandvi નું આ પહેલું હવાઈ મથક હશે જ્યાં સરકાર પોતે વિમાનમાં માલ સામાન લાવવા અને લઈ જવા માટે બનાવી રહી છે. આવું સરકાર કરવાની નથી, તો પછી ગાય માટેની જમીન સરકાર કેમ હડપ કરવા માંગે છે. તે સવાલનો જવાબ સરકાર પાસે કાગળ પર નથી.
આ અગાઉ બનેલા એરસ્ટ્રીપ માટે અન્ય જગ્યાએ જમીન આપી નથી.
અગાઉ 150 હેક્ટર જમીન હવાઈ પટ્ટી માટે 2015માં આપી હતી. હવે વધારે જમીન મેળવવા માંગે છે. જેનો કાઠલા ગામના લોકો વિરોધ કરી રહ્યાં છે.
માંડવી એ પ્રવાસન સ્થાન છે અહીં કોઈ ઉદ્યોગ નથી. છતાં સરકાર કાર્ગો હવાઈ પટ્ટી બનાવવા માંગે છે.
સામાન્ય રીતે એરસ્ટ્રીપ એ જમીનને સાફ કરીને વિમાન ટેક ઓફ અને લેન્ડ થઈ શકે એ રીતે બનાવવામાં આવે છે. સામાન્ય એરબેઝ અથવા એરપોર્ટ સુવિધાઓ વિનાનો રનવે માંડવીમાં છે. 4750 ફૂટ હવાઈ પટ્ટીની લંબાઈ અને રનવેની પહોળાઈ 90 ફૂટ છે. નોન-શિડ્યુલ્ડ ઓપરેટર પરમિટ, ખાનગી, ભારતીય હવાઈ દળ દ્વારા ઉપયોગમાં લેવાય છે. હાલ કોઈ ટર્મિનલ બિલ્ડિંગ નથી. અપગ્રેડેશન કરવા માટે જમીનની જરૂર પડી છે.
હવાઈ પટી માટે 235 હેક્ટર જમીનની જરૂર હોવાનો નકસો તૈયાર કરાયો હતો.
કાઠડા ગામની કુલ 483 હેક્ટર ગૌચરની જમીનમાંથી 85 હેક્ટર જમીનની જરૂર હોવાનું જણાવાયું હતું. ગૌચરના બદલામાં બે ગામની જમીન આપવા હુકમ કર્યો હતો. 212 એકર કાટલા ગામની લીધી 375 એકર માંડવી ગ્રામ્ય વિસ્તારની જમીન લઈ લીધી. 587 એકર જમીન લઈ લેવા કચ્છના કલેક્ટરે આદેશો કરી દીધા છે.
સરકારની એવીએશન મીનીસ્ટ્રી તો કોઈ કાર્ગો હવાઈ મથક પરથી નિકાસ તો કરતી નથી. કોઈ બંદર કે હવાઈ મથક પર સરકારની સિવિલ એવીએશન મીનીસ્ટ્રી માલસામાન લઈ જવા માટે ઉપયોગ કરતી નથી. તો પછી કલેક્ટર કેમ કાર્ગો હવાઈ મથક બનાવવા માંગે છે.
2019માં સરકારે હવાઈ પટીને મોટી કરવા માટે રૂ. 16 કરોડ ફાળવેલા હતા. જમીન ન હોવાથી તે પૈસા વપરાયા નથી. બે વર્ષમાં અહીં હવાઈ પટી બનાવી લેવાની હતી. પણ હવે બનશે કે કેમ તે એક શંકા છે.
હવાઈ મથક બનાવવા માટે સરકાર અત્યંત ઝડપ કેમ કરી રહી છે, તે સવાલ કચ્છના લોકોને સતાવી રહ્યો છે. જે ઝડપે માંડવીનું કાર્ગો એરપોર્ટ બનાવવા માટે કલેક્ટર અને સરકાર કામ કરી રહી છે, તે જોતા તેની પાછળ કોઈ શક્તિ કામ કરી રહી છે. તે આર્થિક શક્તિ હોવાનું માનવામાં આવે છે. આ શક્તિના હાથમાં કલેક્ટર રમી રહ્યાં છે.
કચ્છમાં એક મોટા ઉદ્યોગપતીએ 5 કરોડ ચોરસ મીટર ગૌચર અને સરકારી જમીન હડપ કરી છે તે આ જમીન હડપ કરવા પાછળ કલેક્ટરનો ઉપયોગ થઈ રહ્યો હોવાની પુરી શકાં છે. તેની મેલી નજર આ જમીન પર હોવાની પૂરી શક્યતા છે. કોઈકના ફાયદા માટે સરકાર કામ કરી રહી છે.
નવું એરપોર્ટ કેવું હશે
દિલ્હીની BLPS કન્સલ્ટન્ટ કંપની દ્વારા ગુજરાત સરકારની એવીએશન કંપની દ્વારા હવાઈ મથક માટે ડિઝાઈન બનાવી છે. ગુજરાત આંતરમાળખાકિય વિકાસ બોર્ડ દ્વારા ખાનગી ધોરણે માંડવી નાનું એરપોર્ટ બનાવવા માંગે છે. માંડવીને ક્રૂઝ સહિત પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માંગે છે. મુંબઈ, આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડવા માંગે છે.
ગુજરાતમાં નાના એરપોર્ટ વિકાસની તક છે. માંડવી મનોરંજન ઝોનમાં છે. નાના એરપોર્ટ કે એરસ્ટ્રીપ્સના વિકાસ માટેની ચોક્કસ માંગ ઊભી થઈ છે. એક એરપોર્ટ બનાવવું હોય તો રૂ. 1500 કરોડથી રૂ. 3 હજાર કરોડનો ખર્ચ થતો હોય છે. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે જો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા હવાઈ મથક બનાવે તો તેને મફતમાં જમીન આપવી.
પ્રોજેક્ટ વિગતો – માંડવી એરપોર્ટ રનવે, ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો ટર્મિનલ વિકાસ માટે રનવેનું કદ 1500 x 30 મીટર નક્કી કરાયું છે. 1500 x 30 મીટરનો રનવે ડોર્નિયર અને ATR 42ને લેન્ડ કરવા માટે પૂરતો છે. RESA 30 x 30 મીટર છે. રનવે લંબાવીને વિમાન ઉતારવા સુરક્ષિત અને ટેકઓફ માટે જમણા ખૂણે વિસ્તાર કરાશે.
કોણ જવાબદાર
કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, અમિત અરોરા,
નિવાસી અધિક કલેક્ટર, મિતેષ પી. પંડયા
મદદનીશ કલેકટર અને સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, એ બી જાદવ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મેહુલ વી. દેસાઇ