Mundra Port 150 કરોડ રૂપિયાના સાયકોટ્રોપિક પદાર્થોનો મુન્દ્રા કસ્ટમ્સે કર્યો નાશ
Mundra Port મુન્દ્રામાંથી ગેરકાયદેસર દાણચોરી અવારનવાર પકડાઈ છે, ત્યારે આ મોટુ પગલું લેવામાં આવ્યું છે.
Mundra Port કચ્છના મુન્દ્રાથી મોટા સમાચાર આવ્યા છે, મુન્દ્રા કસ્ટમ્સ દ્વારા 150 કરોડ રૂપિયાના જપ્ત કરાયેલ સાયકોટ્રોપિક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે.
મુન્દ્રા કસ્ટમ્સે NDPS એક્ટ હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની
94 લાખ ગોળીઓનો નાશ કર્યો હતો. જેને 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇન્મેન્ટમાંથી જપ્ત કરવામાં આવી હતી. NDPS એક્ટ-2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું ત્યારથી આ સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ છે. જપ્ત કરાયેલી દવાઓને 23 જાન્યુઆરી, 2025ના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
આ નાશ કવાયત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા 10 થી 25 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાનારી અખિલ ભારતીય ડ્રગ નિકાલ ઝુંબેશનો એક ભાગ છે. આ ઝુંબેશ નાશ માટે તૈયાર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS)ના ઝડપી અને કાર્યક્ષમ નિકાલની ખાતરી કરીને ડ્રગ હેરફેરનો સામનો કરવા માટે ભારતીય કસ્ટમ્સની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.