Kutch: ભુજના વુડસીટી ફર્નિચર દુકાનમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ
Kutch: ભુજના મિરજાપર રોડ પર આવેલ વુડસીટી ફર્નિચર નામની દુકાનમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરાઇ.
Kutch ભુજના વુડસીટી ફર્નિચરમાં રોકડા રૂપિયા ૧૫,૦૦૦/-તથા સી.સી.ટી.વી.કેમેરાનુ ડી.વી.આર.જેની કિ.રૂ.૧૫,૦૦૦/- એમ કુલ્લ રૂ.૩૦,૦૦૦/- નો મુદ્દામાલ ચોરી ગયેલ આરોપીને પકડવા પીઆઇ એચ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી.કેમેરાની મદદથી આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન આ કામે ચોરી કરનાર ઇસમ વુડસીટી ફર્નિચરની દુકાનમા કામ કરતો મોહમદઇરશાદ મોહમદયાકુબને પોતાના રહેણાક મકાનેથી ઝડપી લેવાયો છે. આ મામલે આગળની કાર્યવાહી કરવા વધુ તપાસ પીએસઆઈ ડી.ઝેડ.રાઠવાએ હાથ ધરી છે.