- અંજારની ગૌચરનો અંત લાવનારાઓનો અંત કેવો હશે
- અંજારની ગૌચરની જમીન લઈને પડાવી લેતા કલેક્ટર અરોરા
- અરોરા પોતાને અદાલત સમજે છે
Supreme Court : કાઠલા અને બીજા બે ગામનું ગૌચર કલેક્ટરે ખોટી રીતે લઈ લેવા માટે આદેશો કર્યા છે. આ ગૌટરની જમીન અહીં હવાઈ પટ્ટીને મોટી કરવા માટે આપવા કહ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટ કે ગુજરાતની વડી અદાલતના આદેશનો ભંગ થઈ રહ્યો છે.
Supreme Court: સરકારની ગૌચર નીતિ અને સર્વોચ્ચ અદાલતની ઉપરવટ જઈને કલેક્ટરે જમીન લઈ લેવા આદેશ કર્યો છે. પણ ગામ લોકો જમીનનો કબજો છોડ્યો નથી.
ઝારખંડ
સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઓફ ઝારખંડ અને ગોકુલ જાગરણ મંચનું 2011નો ચૂકાદો છે. પંજાબ રાજ્ય અને ખેડૂત સામેનો 2011માં ચૂકાદો આપ્યો હતો. તે પ્રમાણે ગૌચરની જમીન એ સરકારની જમીન નથી. ગામ લોકોની કોમન જમીન છે
સુપ્રિમ કોર્ટનો આદેશ
સુપ્રીમ કોર્ટે 18 જાન્યુઆરી 2011માં ગૌચરની જમીન નહીં ફાળવવાનો ચુકાદો આપ્યો હતો. તે પછી ઓગસ્ટ 2011માં તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેની જાણકારી આપતા પત્રો લખાયા હતા. તે પહેલાં ગૌચરની જમીન ઔધોગિક સહિતના હેતુ માટે જમીનની મૂળ કિંમતે આપવાની નીતિ હતી. 30 ટકા રકમ વધુ લઈને જમીન અપાતી હતી. આ રકમ જે-તે ગ્રામ પંચાયતને તે ગામના વિકાસ માટે આપી દેવાની સરકારની નીતિ હતી. પણ સુપ્રિમ કોર્ટે આખા દેશ માટે ચૂકાદો આપ્યો ત્યારે 2011થી સ્થિતી સાવ બદલાઈ ગઈ છે. હવે ગૌચરની જમીન કોઈ આપે તો તે કોર્ટનું અવમાન ગણાય છે. જેમાં સજા થઈ શકે છે. આવી સજા કચ્છ કલેક્ટરને થઈ શકે છે.
સરકારની નીતિ
સુપ્રિમ કોર્ટના ચુકાદાના આધારે 2015માં ગૌચર નીતિ બનાવી છે. જમીન લો તો તેના બદલામાં ગૌચર તરીકે ઉપયોગ થાય એવી જમીન આપવી પડે છે. તેનો ભંગ કલેક્ટરે કર્યો છે.
કુખ્યાત કચ્છ કલેક્ટર
21 એપ્રિલ 2014માં મુન્દ્રાના નવીનાળ ગામના રહેવાસીઓ દ્વારા ગૌચરની જમીનના વિવાદમાં હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે કચ્છ કલેક્ટરને સમગ્ર પ્રકરણમાં અંગત સોગંદનામું કરીને જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.
કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે નાવી નાળ ગામની ગૌચરની 236 એકર જમીન આપી હતી. સરકાર તેના બદલામાં 1200 એકજ જમીન આપવાની હતી. પણ સરકાર પાસે માત્ર 12 એકર જમીન હતી. સરકાર કે કચ્છના કલેક્ટર કોર્ટ સમક્ષ જૂઠું બોલ્યા હતા. છતાં પણ સરકારે તે જમીન આપી ન હતી. હવે અદાણીનું મુંદરા બંદર 120 એકર જમીન આપવાની ખાતરી હમણાં જ આપી છે.