Mandvi: ગુજરાતમાં 19 હવાઈ મથક છે. તેમાં કચ્છમાં હાલ 4 હવાઈ મથક છે અને 5મું હવાઈ મથક માંડવી બીચ પાસે બનાવવા સરકાર કામ કરી રહી છે.
Mandvi થી 60 કિલો મીટર દૂર ગાંધીધામ – કંડલા એરપોર્ટ છે. માંડવીથી 40 કિલો મીટર દૂર અદાણીનું મુંદરામાં હવાઈ મથક છે. કાર્ગો માટે અહીં હવાઈ મથક છે. માંડવીથી 30 કિલો મીટર દૂર નલીયા હવાઈ મથક છે. વાયુસેના ઉપયોગ કરે છે. નલીયામાં પડતર જમીનો મોટા પ્રમાણમાં છે. તો હવે માંડવીમાં જ શા માટે એરપોર્ટ સરકાર બનાવવા જીદે ચઢી છે, તે લોકો સમજી શકતા નથી.
હરેલા ભરેલા ગામડાઓ સરકાર શા માટે બરબાદ કરી રહી છે. તે એક મોટો પ્રશ્ન છે. ગ્રામ્ય સંસ્કૃત્તિ ખતમ કરી રહી છે. રોજી રોટી છીનવીને એરપોર્ટ બનાવવું તે કોઈ રીતે વાજબી નથી. ગુજરાતમાં 19 હવાઈ મથકો છે તેમાં 5 તો અહીં છે. ધોળાવીરા હવાઈ મથક બનાવવાનું છે.
આમ 5 એરપોર્ટ માટે કચ્છની 1500 હેક્ટર જમીન જતી રહી હોવાનું માનવામાં આવે છે.
અગાઉ કેન્દ્ર સરકારે અદાણીને અમદાવાદ સહિત દેશના ઘણાં હવાઈ મથક આપી દીધા છે. તેમ હવે કચ્છમાં પણ થશે કે કેમ એવું લોકોને શંકા છે.
ભુજ
ભૂજ હવાઈ મથક માંડવીથી 56 કિલોમીટર દૂર છે. ભૂજ હવાઈ મથકે સરેરાશ 3 લાખ મુસાફરો આવે છે. 5 ટકાના દરે વર્ષે અહીં મુસાફર વધી રહ્યાં છે. છતાં અહીં શંકાસ્પદ રીતે હવાઈ પટ્ટીનો વિસ્તાર વધારવામાં આવી રહ્યો છે.ભૂજ હવાઈ મથક
ભુજ હવાઈ મથક ભુજ શહેરમાં આવેલું છે. પહેલા આ હવાઈમથક ભુજ રુદ્રમાતા એર ફોર્સ બેસ હતો. જેની સાથે તે રન વે છે. બે બંકર કે ઈમારતોમાં બનેલું હતું. રસ્તાની એક તરફ ઈંડિયન એયરલાઈંસનું બંકર છે અને બીજી તરફ જેટ એયરવેઝનું બંકર છે.
ત્યાંથી કોઈક વાહનથી ખેંચીને ભારતીય વાયુસેનાના મેદાન ઓળંગીને પ્રસ્થાન ઈમારત તરફ લઈ જાય છે. છેલ્લા અમુક વર્ષોથી એક ટર્મિનલ બનાવાયું છે. જેમાં પાર્કિંગ અને પીક અપ અને ડ્રોપ આઉટની વ્યવસ્થા છે.
આ હવાઈ મથકને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ અપાયું છે. રનવેની લંબાઈ 2500 મીટર છે.
4 મહિના પહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કચ્છમાં ભુજ એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણ માટે ભૂમિપૂજન કર્યું હતું. ટર્મિનલની 540 મુસાફરોની ક્ષમતા વધારીને 1200 મુસાફરોની ક્ષમતા કરવાની છે.
રૂ. 10 કરોડના ખર્ચે વિસ્તરણ અને નવીનીકરણના કામોને પરિણામે વધુ સુરક્ષા અને ચેક-ઇન એરિયા બનશે અને બીજો ગેટ પણ બનાવશે. આ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આ વર્ષે જૂન મહિનાનો હતો. ટર્મિનલના અંદરના વિસ્તારમાં વિસ્તરણ અને નવીનીકરણ જોવા મળશે.
ભુજ એરપોર્ટ સમગ્ર દેશમાં ફ્લાઈટ્સ આવે જાય છે.
ભારતીય વાયુસેનાનું હવાઈ મથક હતું હવે તે લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીકમાં આવેલું છે.
2001માં આવેલા ભૂકંપમાં એરપોર્ટને નુકસાન થતાં રૂ. 40 કરોડના ખર્ચે રીપેર કર્યું હતું.
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે 22 રોકેટ અને 92 બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.
જમીન 6682 ચોરસ મીટર અને પ્રથમ માળે 1382 ચોરસ મીટર જગ્યા છે. ટર્મિનલ 200 લોકોને સમાવી શકે છે. ઉપરાંત, બે બોર્ડિંગ ગેટ, એક સુરક્ષા કાઉન્ટર અને 4 ચેક-ઇન કાઉન્ટર છે.
અદાણી એરપોર્ટ
30 કિલો મીટર દૂરના મુંદરા અદાણી હવાઈ મથકને 627 હેક્ટર જમીનની જરૂર બતાવી હતી. જેમાં મીઠાના અઘરની 226 હેક્ટર, 226 અને તેમાં 91 હેક્ટર વિસ્તાર સીઆરઝેડમાં આવતો હોવાનું તેના એક અહેવાલમાં જણાવાયું હતું.
ફ્લાઈંગ કલબ બની શકે
હવાઈ ટ્રાફિકમાં વધારો થવાથી પર્યટન સ્થળ માંડવી ખાતે બિનઉપયોગી કે અર્ધ-ઉપયોગી નાની હવાઈ પટ્ટીઓ સારી બનાવીને અને ફ્લાઈંગ ક્લબોને લીઝ પર આપવાનું આયોજન કરી રહી છે. હાલમાં AAI તેના એરફિલ્ડ્સથી કામ કરવા માટે ફ્લાઈંગ ક્લબ્સ પાસેથી ઊંચા ભાડા વસૂલે છે. તેથી સરકાર અહીં ફ્લાઈંડ કલબ બનાવવાની ઈચ્છા રાખે છે.
93 કરોડની ફાળવણી
અંબાજી, દ્વારાકા, પરસોલી, રાજપીપળા, ધોળાવીરા, રાજકોટ, અંકલેશ્વર માંડવી, વણોદ(બેચરાજી), બગોદરા હવાઈપટ્ટી બનાવવા માટે નક્કી કરાયું હતું. જેમાં એક માત્ર માંડવીની પૂરી થઈ છે. તમામ માટે સરકારે 93 કરોડનું ખર્ચ કર્યું છે. 2023માં તો માત્ર 3 કરોડ રૂપિયાનપં ખર્ચ થયું છે.
2024માં સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે 200 કરોડના આયોજન પૈકી 30 કરોડની જોગવાઇ કરી છે.
કંડલા હવાઈ મથક
માંડવી કરતાં તો પહેલાં કંડલા હવાઈ મથકને મોટું બનાવવા માટે ઉદ્યોગપતિઓએ વારંવાર માંગણી કરી છે. છતાં તેનું વિસ્તરણ કરવામાં આવતું નથી.
કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ વિસ્તારમાં વિવિધ ધંધાકીય એકમો તેમજ તુણાના કન્ટેનર ટર્મિનલ અહીં આવે છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ વગેરેના કારણે દેશ-વિદેશથી રોજગાર અને વ્યવસાય અર્થે મોટી માત્રામાં મુસાફરો આવે છે.
ગાંધીધામમાં અનેક ઉદ્યોગો છે. તેથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગણી છે.
મોટા વિમાનોને સમાવવા માટે રન-વે બનાવવાની માંગણી છે.
કંડલા એરપોર્ટને મોટું બનાવવા બે વર્ષ અગાઉ સરવે કરાયો હતો.
એશિયાની સૌથી મોટી ટિમ્બર માર્કેટ, વિશાળ નમક ઉદ્યોગ, કાસેઝ, ઈફકો, વિશ્વભરમાં વસતા પ્રવાસીઓ, ધોરડોના સફેદ રણ, ધોળાવીરા માટે પ્રવાસીઓ આવે છે.
નવા હવાઈ મથક વિકસાવવા માટે સરકાર 20 વર્ષથી વાતો કરે છે થતાં વિકસાવતી નથી. ત્યારે માંડવીને કેમ પસંદ કરાયું છે તે એર રહસ્ય છે.
11 નવા એરપોર્ટ અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા અને પાલિતાણા બનાવવાના છે. 2024થી ગુજરાતને 11 નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટ આપવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કરાર કર્યા હતા.
હાલના 9 એરપોર્ટને વિસ્તારવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર ડિસેમ્બર 2023માં કરેલાં છે. સરકાર સુરત, વડોદરા, કંડલા, પોરબંદર, ભાવનગર અને કેશોદ ખાતેના હાલના એરપોર્ટનું વિસ્તરણ કરવા વિચારી રહી છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, કંડલા, ભુજ, પોરબંદર, કેશોદ અને મુન્દ્રા સહિત 11 કાર્યરત એરપોર્ટ છે. ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંયુક્ત રીતે ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિકસાવી રહ્યા છે.