SRH vs MI : સનરાઈઝર્સ હૈદરાબાદના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સામે તોફાની ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
IPL 2024 ની 8મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદના બેટ્સમેનોની તોફાની બેટિંગ જોવા મળી હતી. ખાસ કરીને 23 વર્ષના અભિષેક શર્માએ પોતાની ઇનિંગથી બધાના દિલ જીતી લીધા છે
હૈદરાબાદે 16 ઓવરમાં 214 રન બનાવ્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે 16 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. ક્લાસેન 15 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. માર્કરામ 23 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 53 રનની ભાગીદારી છે. બુમરાહ મુંબઈ માટે અત્યાર સુધીનો સૌથી આર્થિક બોલર રહ્યો છે. જોકે તે એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો.
હૈદરાબાદનો સ્કોર 200 રનને પાર
હૈદરાબાદનો સ્કોર 200 રનને પાર કરી ગયો છે. ટીમે 15 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા હતા. એડન માર્કરામ 20 બોલમાં 31 રન બનાવીને રમી રહ્યો છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. ક્લાસેન 26 રન બનાવીને રમી રહ્યો છે.
હૈદરાબાદ માટે ક્લાસેન-માર્કરામની શાનદાર બેટિંગ.
હૈદરાબાદે 14 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. એડન માર્કરામ 17 બોલમાં 28 રન બનાવીને રમી રહ્યો છે. ક્લાસેન 9 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ 14મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં હૈદરાબાદે 11 રન બનાવ્યા