LSG vs PBKS: લખનઉની ત્રીજી વિકેટ પડી. રાહુલ ચહરે માર્કસ સ્ટોઈનિસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તે 12 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટોઇનિસે 2 સિક્સર ફટકારી હતી. લખનૌએ 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા હતા. ડી કોક 34 રન બનાવીને રમી રહ્યો છે. હવે નિકોલસ પુરન તેને સપોર્ટ કરવા પહોંચ્યા છે.
લખનૌએ 8 ઓવરમાં 65 રન બનાવ્યા
રનની ગતિ ધીમી પડી છે. લખનૌએ 8મી ઓવરમાં માત્ર 4 રન બનાવ્યા હતા. ટીમ 8 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 65 રન પર રમી રહી છે. ડી કોક 33 રને અને સ્ટોઇનિસ 7 રને રમી રહ્યા છે. પંજાબ માટે રાહુલ ચહર ઓવર નાંખી રહ્યો છે.
પંજાબે બોલિંગમાં બીજો ફેરફાર કર્યો
લખનૌએ 7 ઓવર પછી 2 વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. ડી કોક 23 બોલમાં 32 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટોઇનિસ 4 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે. પંજાબે ફરી એકવાર બોલિંગમાં બદલાવ કર્યો છે. રાહુલ ચહર બાદ હરપ્રીત બ્રારને આ ઓવર સોંપવામાં આવી છે.