LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. લખનૌ માટે કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક અને નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પંડ્યાએ 22 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પુરણે 21 બોલમાં 42 રન બનાવ્યા હતા. ડી કોકે અડધી સદી ફટકારી હતી. તેણે 38 બોલમાં 54 રન બનાવ્યા હતા.
પંજાબ કિંગ્સ તરફથી બોલિંગ દરમિયાન સેમ કુરેને 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી.
લખનઉની 8મી વિકેટ પડી. મોહસીન ખાન 2 રન બનાવીને આઉટ થયો હતો. તેને હર્ષલ પટેલે રન આઉટ કર્યો હતો. કૃણાલ પંડ્યા 41 રન બનાવીને રમી રહ્યો છે. લખનૌએ 19.4 ઓવરમાં 197 રન બનાવ્યા છે.