IPL 2024 RR vs LSG : ઇન્ડિયન પ્રીમિયર લીગની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમોની આ પ્રથમ મેચ છે.
18 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર
રાજસ્થાન રોયલ્સે 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા છે. કેપ્ટન સંજુ સેમસન 72 રન અને ધ્રુવ જુરેલ 10 રન સાથે રમી રહ્યા છે.
શિમરોન હેટમાયર આઉટ
પોતાની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત શિમરોન હેટમાયર આજે બેટિંગ કરી ન હતી. તે માત્ર પાંચ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 17 ઓવર પછી રાજસ્થાનનો સ્કોર 4 વિકેટે 158 રન છે. સેમસન 62 અને ધ્રુવ જુરેલ ત્રણ બોલમાં આઠ રન બનાવીને રમી રહ્યા છે
રાજસ્થાનનો સ્કોર 149-3
16 ઓવર પછી રાજસ્થાન રોયલ્સનો સ્કોર ત્રણ વિકેટે 149 રન છે. સંજુ સેમસન 41 બોલમાં 61 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 4 સિક્સર ફટકારી છે. શિમરોન હેટમાયર સેમસન સાથે છે.