GT vs SRH: Miller gave Gujarat a great win પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદને ટ્રેવિસ હેડ (19) અને મયંક અગ્રવાલ (16) તરફથી ઝડપી શરૂઆત મળી હતી. અઝમતુલ્લા ઓમરઝાઈએ અગ્રવાલને નલકાંડેના હાથે કેચ આઉટ કરાવી આ ભાગીદારી તોડી હતી. અહીંથી ગુજરાતી બોલરોએ જોરદાર વાપસી કરી હતી. હૈદરાબાદના બેટ્સમેન શરૂઆત તો કરી રહ્યા હતા, પરંતુ મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યા ન હતા.
ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, નૂર અહેમદ અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.
મિલર સિક્સ ફટકારીને જીત્યો
ડેવિડ મિલરના બેટના સિક્સરની મદદથી ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે હૈદરાબાદના 163 રનના લક્ષ્યાંકને 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ડેવિડ મિલર 44 રન બનાવીને અણનમ રહ્યો હતો.