IPL 2024: ચાહકો માટે સારા સમાચાર. IPL 2024ની તમામ મેચો માત્ર ભારતમાં જ રમાશે. લીગની અંતિમ મેચ 26 મેના રોજ રમાશે.
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન દેશમાં જ રમાશે. વાસ્તવમાં, લોકસભાની ચૂંટણીને કારણે, બીસીસીઆઈએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યૂલની જાહેરાત કરી હતી. જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આઈપીએલ 2024ની તમામ મેચો માત્ર દેશમાં જ રમાશે. લીગની અંતિમ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. ક્વોલિફાયર મેચો અમદાવાદ અને ચેન્નાઈમાં રમાશે. આ સિઝનની તમામ 74 મેચો ભારતમાં યોજવામાં આવી છે. IPL 2024 ની ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચો 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે . જ્યારે ક્વોલિફાયર 2 અને ફાઈનલ મેચ 24 અને 26 મેના રોજ ચેપોક, ચેન્નાઈમાં રમાશે.
અગાઉ, Cricbuzz એ BCCI સેક્રેટરી જય શાહને ટાંકીને તેના અહેવાલમાં પુષ્ટિ કરી હતી કે IPL 2024નો બીજો લેગ વિદેશમાં રમાશે નહીં. તમામ મેચ ભારતમાં જ યોજાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BCCI સેક્રેટરી જય શાહે IPL 2024નો બીજો લેગ દેશની બહાર શિફ્ટ કરવાનો ઇનકાર કરી દીધો છે.
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલીક IPL ટીમોએ લોકસભા ચૂંટણીને કારણે IPL 2024ની બાકીની મેચો દેશની બહાર ખસેડવાની માંગ કરી હતી. એવા દાવાઓ પણ હતા કે BCCI સભ્યો UAEમાં IPLના બીજા ભાગનું આયોજન કરવાની શક્યતાઓ શોધી રહ્યા હતા. જોકે, જય શાહે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.
લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે
તમને જણાવી દઈએ કે 16 માર્ચ (શનિવાર)ના રોજ ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. લોકસભાની 543 બેઠકો માટે 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં મતદાન થશે. 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં મતદાન થશે.