કબીર નામના આ બાળકની ઉંમર માત્ર 3 વર્ષ છે પણ તેનું દિલ એટલું મોટું છે કે, દરિયાદિલીમાં તેની આગળ મોટા-મોટા ફેલ થઈ જાય! આ નાનકડાં કોરોના વૉરિયરે કપ કેક બેક કરી, તેને વેચી અને 50 હજાર રૂપિયા એકઠાં કર્યા. કબીરને 10 હજાર રૂપિયા સુધીની આશા હતી પણ વેચાણ 50 હજારે પહોંચી ગયું ત્યારબાદ કબીરે પોતાના માતા-પિતા સાથે મુંબઈ પોલીસના હેડક્વાર્ટર પર જઈ આ રકમ મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને આપી દીધી.
હવે પબ્લિક તેને સેલ્યૂટ કરી રહી છે. આ વિડીયો મુંબઈ પોલીસે 13 મેના રોજ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘જુઓ શું બેક કરવામાં આવી રહ્યું છે. આ 3 વર્ષના નાનકડા બેકર, કબીરની પાસે મુંબઈ પોલીસ માટે એક મોટી સરપ્રાઈઝ હતી. તેણે પોતાની કમાણીથી મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને અમૂલ્ય યોગદાન આપ્યું છે.