જબલપુરઃ અત્યારે આધુનિક જમાનામાં પણ તંત્ર-મંત્રમાં લોકો વિશ્વાસ કરતા હોય છે. ત્યારે ઢોંગી તાંત્રિકો પણ ભોળા માણસોનો ફાયદો ઉઠાવતા હોય છે. પરંતુ જબલપુરમાં બનેલી એક ઘટનામાં મહિલા પોતાના દુઃખો દૂર કરવા તાંત્રિક પાસે ગઈ હતી. જ્યાં પોતા દુઃખો તો દૂર ન થયા પરંતુ વધારે મુશ્કેલીમાં મુકાઈ હતી. તાંત્રિકે એકલતાનો લાભ લઈને સ્મશાનમાં જ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિકે મહિલા પર ચુડૈલનો છાયો હોવાનું કહીને તેના પરિવારને ડરાવી નાખ્યો. તેણે કહ્યુ કે, તેના ઈલાજ સમયે પરિવારનો કોઈ વ્યક્તિ જો ત્યાં હાજર રહ્યો તો, તેના જીવને ખતરો થઈ શકે છે. પરિવારે મહિલાને તાંત્રિક પાસે એકલી છોડી મુકી આ દરમિયાન તાંત્રિકે મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો. મહિલાએ પોતાના ઘરે જઈને સમગ્ર આપવીતિ જણાવી હતી. જે બાદ પરિવારના સભ્યોએ બરેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
હકીકતમાં જોઈએ તો, બરેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા લાંબા સમયથી બિમાર રહેતી હતી. ત્યારે પરિવારના લોકો માનવા લાગ્યા કે, તેના પર કોઈ પછડાયો લાગી ગયો છે. તેમને ડોક્ટર્સની પાસે લઈ જવાને બદલે તાંત્રિક પાસે લઈ ગયા. આ વિસ્તારમાં રહેતા પંડા વિજય યાદવ તાંત્રિક તરીકે ખૂબ ચર્ચામાં હતો. જેને લઈને 13 માર્ચના રોજ પરિવારના લોકો તેની પાસે લઈ ગયા.
તેને આ મહિલા પર ઝાડૂ અને ફૂંક મારી અને વિશેષ અનુષ્ઠાનની વાત કહી. જે બાદ 14 માર્ચની રાતે તાંત્રિકે વિજય યાદવે મહિલાના ઘર પર જઈને રાતમાં વિશેષ અનુષ્ઠાનની વાત કહી. તેણે કહ્યુ કે, આ તાંત્રિક વિદ્યા છે, તેથી એકલામાં કરવું પડશે. જો આ સમયે ત્યાં કોઈ હાજર રહેશે તો, મહિલાના જીવને ખતરો છે.
જે બાદ પરિવારના લોકોએ તાંત્રિક વિજય યાદવ પાસે પીડિતાને એકલી મોકલી દીધી. આરોપ છે કે, મહિલાને સૂમસામ શ્મસાનમાં લઈ ગયો અને તંત્ર-મંત્રના નામ પર તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. તાંત્રિકે કહ્યુ હતું કે, હવે તને ચુડૈલ ક્યારેય હૈરાન નહીં કરે, અને પછી તાંત્રિક આ મહિલાને ઘરે મુકી ગયો.
તાંત્રિકે મહિલાને ઘરે પૂછ્યુ કે, ચુડૈલ ભગાવવા માટે તેણે શું કર્યું. મહિલાએ પોતાની સાથે ઘટેલી આખી ઘટના બતાવી દીધી. પોલીસે આરોપી તાંત્રિક વિરુદ્ધ રેપનો કેસ નોંધાવ્યો અને પોલીસે તેની ધરપકડ કરી લીધી.